વલસાડ : જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામે દયારામ ભંડારીના મકાન પર વીજળી પડી હતી. ભારે વરસાદ વચ્ચે વિજળી પડતા પ્રંચડ ધડાકો થયો હતો. જેમાં ઋત્વિક ભંડારી નામના યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ઉમરગામના દહેરી ગામે વીજળી પડતા 1 યુવકનું મોત - ઇલેક્ટ્રોનિક ઉપકરણો
રાજ્યભરમાં અનેક શહેર-જિલ્લાઓના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વલસાડના ઉમરગામના દહેરી ગામે વીજળી પડતા 1 યુવકનું મોત થયું છે.
ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થતા હતાં. આવા સમયે એક તરફ લાઈટ ગુલ થઈ હતી. દહેરી ગામે ભાંડરવાડમાં એક મકાન પર વીજળી ત્રાટકી હતી. જેમાં ઘરમાં સુતેલા 20 વર્ષીય ઋત્વિક દયારામ ભંડારીનું વીજળી પડવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ.
વીજળીને કારણે ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત અન્ય માલસામાન બળી જતા મોટું નુકસાન થયું હતું. મૃતકના સ્વજને જણાવ્યું હતું કે, વરસાદી માહોલ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સંભળાતા હતાં. તે દરમિયાન ઘર નજીક ઝાડ અને ઘર પર વીજળી ત્રાટકી હતી.વીજળીના કારણે યુવકનું મોત થતા માતમ છવાયો છે.