વલસાડ :કપરાડા તાલુકાના કારચોન્ડ ગામે ટાટા 407 ટેમ્પોમાં 11 મજૂરો ભરીને જઇ રહેલા ટેમ્પો ચાલકે વળાંકમાં કાબુ ગુમાવતા વહેલી સવારે 11 મજૂરો ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. જેમાં સવાર 11 મજૂરો પૈકી એકનું ઈંટ નીચે દબાઈ જતા કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
કપરાડા નજીક 11 મજૂરો સાથે ટેમ્પો પલટી, 1નુ મોત, 7 ઈજાગ્રસ્ત - કપરાડા તાલુકાના કારચોન્ડ ગામે ઈંટ ભરીને જઈ રહેલા એક ટેમ્પો પલટી જતા 1 નું મોત 7 ઈજાગ્રસ્ત
કપરાડા તાલુકાના કારચોન્ડ ગામે ઈંટ ભરીને જઈ રહેલા એક ટેમ્પો ઢાળ ઉપર કાબુ ગુમાવતા પલટી ખાઈ ગયો હતો. જેમાં સવાર 11 મજૂરો પૈકી 1નુ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્યને સારવાર માટે સેલવાસ અને ખાનવેલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
કપરાડા
જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને 108 મારફત સારવાર માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ખાનવેલ હોસ્પિટલમાં 5 ઇજાગ્રસ્તોને અને સેલવાસની સિવિલ હોસ્પિટલમાં 3 ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે, આગાઉ પણ કારચોન્ડ વિસ્તારમાં અનેક વાહનોમાં મજૂરો ભરીને લઈ જતી વેળાએ અકસ્માતો બન્યા છે. તેમ છતાં લોકો વાહનોમાં જીવના જોખમે બેસીને સવારી કરવાનું ટાળતા નથી.