- મધુબન ડેમમાંથી છોડાયું 1.79 લાખ ક્યુસેક પાણી
- ડેમના 10 દરવાજા 3.20 મીટર ખોલ્યા
- દમણગંગા નદીમાં આવ્યું ઘોડાપૂર
વાપી (વલસાડ): જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમના ઉપરવાસમાં બુધવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ડેમમાં 1.92 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર સામે હાલનું લેવલ 79.55 મીટર પર હોય ડેમના તમામ 10 દરવાજા 3.20 મીટર સુધી ખોલીને દમણગંગા નદીમાં 1.79 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે તંત્રના જણાવ્યા મુજબ જો હજુ પણ વરસાદ શરૂ રહેશે તો સાંજના 4 વાગ્યા સુધીમાં કે તે બાદ 2 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે.
પોણા 2 લાખ ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં ઠલવાયું
પોણા 2 લાખ ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં ઠલવાઇ રહ્યું હોય વાપી નજીક દમણગંગા વિયર છલકાયો છે. અહીં દરિયામાં ઉછળતા મોજાથી પણ વધુ ઊંચા મોજા સાથે ધોધમાર પાણી દમણના દરિયામાં વહી રહ્યું છે. જો કે કરોડો લીટર પાણીનું પૂર વહેતુ હોવા છતાં નદી કાંઠે સ્થાનિક યુવાનો માછલાં પકડવામાં મશગુલ છે. જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય બ્રાહ્મણો નદી કાંઠે પૂરના ઉછળતા પાણીના સાનિધ્યમાં પિતૃ તર્પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો:રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી જળાશયોમાં કુલ 36.2 ટકા નવા નીર આવ્યા