ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime: રોમિયોગીરી પડી ભારે, વડોદરાની શી ટીમે આપ્યો મેથીપાક - harassing a woman in Vadodara

વડોદરામાં રોમિયોગીરી કરનાર વિધર્મીને શી ટીમએ (She team in Vadodara) મેથીપાક આપ્યો હતો. શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીને છેલ્લા ત્રણ દિવસથી બાઈક સવાર અજાણ્યો યુવાન પીછો (harassing a woman in Vadodara) કરી હેરાન કરતો હતો.

Vadodara Crime: રોમિયોગીરી પડી ભારે, વડોદરા શી ટીમએ મેથીપાક આપ્યો
Vadodara Crime: રોમિયોગીરી પડી ભારે, વડોદરા શી ટીમએ મેથીપાક આપ્યો

By

Published : Feb 7, 2023, 12:55 PM IST

રોમિયોગીરી પડી ભારે, વડોદરા શી ટીમએ મેથીપાક આપ્યો

વડોદરા:શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીનો અવારનવાર પીછો કરી પજવણી કરતા બાઈક સવાર વિઘર્મી રોમિયોને ટોળાએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. આ મામલે તાત્કાલિક શી ટીમ પોહચી રોમિયોને પોલીસ મથકમાં લાવી હતી. વિધર્મી યુવાને યુવતીને ક્યાં જવું છે ? હું છોડી દઉ છું.. તેમ કહી છેડતી કરી હતી. આ ઘટનામાં વિધર્મી યુવાનને માર મારી રહેલા ટોળાનો વિડીયો સોસીયલ મિડિયામાં વાયરલ થઇ ગયો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

યુવતીને હેરાન કરનારને મેથીપાક:શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીને છેલ્લા ત્રણ દિવસથી બાઈક સવાર અજાણ્યો યુવાન પીછો કરી હેરાન કરતો હતો. આ બાબતને લઈ યુવતી હેરાન પરેશાન થઈ ગઈ હતી. ઘરેથી નીકળવું મુશ્કેલ થઇ ગયું હતું. હેરાન થઇ ગયેલી યુવતીએ ઘટના અંગે પોતાના ભાઈને જાણ કરી હતી. જેથી તેના ભાઈએ મિત્રો તથા બજરંગદળના કાર્યકર્તાઓ થકી વોચ પણ ગોઠવી હતી. દરમ્યાન આ યુવક ત્યાં આવતા તેને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો.

આ પણ વાંચો Vadodara Jantri Prices : વડોદરામાં નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈને અસમંજસ

લોકોએ પણ આ યુવકને મારમાયો:આ યુવતી સયાજી હોસ્પિટલ પાસે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહી હતી. પરેશાન કરતો યુવક યુવતી પાસે ચાલ્યો આવ્યો હતો. અને યુવતીને જણાવ્યું કે, ક્યાં જવું છે ?. હું છોડી દઉં છું. તેમ કહી છેડતી કરતા યુવતી ગભરાઈ ગઈ હતી. આ દરમિયાન યુવતીના ભાઈ અને મિત્રોએ છેડતી કરનાર યુવાનને ઝડપી પાડ્યો હતો. દરમિયાન, મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા અને છેડતી કરનાર યુવાનને મેથીપાક ચખાડ્યો હતો.

આ પણ વાંચો US Consulate General Visit Vadodara: વિઝાની ખાસ વ્યવસ્થા અંગે ખાતરી આપતા અમેરિકી અધિકારી

યુવક વિધર્મી હોવાનું સામે આવ્યું:આ ઘટનાને લઈ ટોળાએ યુવાનની કરેલી પૂછતાછમાં યુવક આજવા રોડનો અલ્તાફ હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી મળી આવેલ બાઈક ઉપર નંબર પ્લેટ પણ નથી. ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગયેલ શી પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. વિધર્મી રોડ રોમીયોને માર મારી રહેલા ટોળાનો વિડીયો શોશ્યલ મિડીયામાં વાયરલ થઇ ગયો હતો.

શી ટીમની સરાહનીય કામગીરી:આ મામલે વડોદરા શહેર શી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ રોમિયોને લોકોએ શી ટીમનાં હવાલે કર્યો હતો. શી ટીમ દ્વારા વડોદરા શહેરના રાવપુરા ખાતે આ વિધર્મી યુવકને લાવવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકારના શહેરમાં બની રહેલા વિવિધ છેડતીના બનાવવાની ધ્યાનમાં લેતા સતત વડોદરા શહેર શી ટીમ દ્વારા સરાનીય કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details