વડોદરાઃ SSG હોસ્પિટલમાં 4 એક્સરે મશીન બંધ હોવાને કારણે ટ્રોમા સેન્ટર ખાતે કાર્યરત સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. દર્દીઓની લાંબી લાઈનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ ન જાળવતા કોરોના સંક્રમણનો ભય રહે છે. SSG હોસ્પિટલમાં મધ્ય ગુજરાતમાંથી પણ લોકો સારવાર અર્થે આવે છે. SSG હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના ઉપરના મળે ડેડીકેટેડ કોવિડ કેર શરુ કરવામાં આવ્યું છે.
વડોદરા SSG હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના ડેડીકેટેડ કોવિડ કેરમાં 4 એક્સરે મશીન બંધવડોદરા SSG હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના ડેડીકેટેડ કોવિડ કેરમાં 4 એક્સરે મશીન બંધ આ હોસ્પિટલમાં ઓપીડી ખાતે 4 એક્સરે મશીન આવેલા છે. જેમાં એક મશીન ડિજિટલ અને 3 મશીન મેન્યુઅલી ઓપરેટ થાય છે અને લાંબી લાઈનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળ્યો હતો. દર્દીઓની ભીડને કારણે એક્સરે પડાવતા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ લાગી શકે છે.
SSG હોસ્પિટલમાં કોવિડની ડેડીકેટેડ હોસ્પિટલ શરૂ થયા બાદ તેમાં તમામ સુવિધાઓ આપવા તરફ પ્રયાસો પ્રતિદિન કરવામાં આવી રહ્યાં છે, પરંતુ સામાન્ય દર્દીઓ માટે એક્સરે મશીન બંધ છે અને નવું સીટી સ્કેન મશીન બંધ હાલતમાં પડ્યું છે. એટલે ક્યાંક હોસ્પિટલ તંત્ર દ્વારા સામાન્ય દર્દીઓની ઉપેક્ષા થઇ રહી હોવાનું દેખાઈ આવે છે.
કોરોના પોઝિટિવ દર્દીઓને અનુલક્ષીને હોસ્પિટલમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યાં છે અને તેનું રોજેરોજ મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અન્ય દર્દીઓ માટેની સુવિધા સુનિશ્ચિત કરવા માટેના કામમાં મોડું થઈ રહ્યું છે. એક જ હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારના દર્દીઓને સારવાર દરમિયાન સુવિધાઓનો અભાવ મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉભા કરે છે.