વડોદરાએક બાજુ દેશમાં મહિલા સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બીજી બાજૂ મહિલાસુરક્ષાને લઇને હમેંશા ગુજરાત ભારતનું સૌથી સુરક્ષિત રાજય બની રહ્યું છે. પરંતુ આ સુરક્ષાની જાળવણી માટે સતત પોલીસને કાર્યરત રહેવું જરૂરી છે. મહિલાઓની મદદ માટે બનેલી ટીમ એટલી શી ટીમ. ત્યારે વડોદરામાં શી ટીમના મહિલા પોલીસ કર્મીઓને સન્માન કરવામાં આવ્યું છે. 22 ટપોરીઓને (She Team Vadodara) પકડનાર શી-ટીમના મહીલા કર્મચારીનાઓનું સન્માન પોલીસ કમિશ્નર દ્વારા કોપ ઓફ ધી મંથ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યુ છે.
ટીમ હંમેશા તૈયારવડોદરામાં મહિલાની સુરક્ષા માટે SHE ટીમ (Honoring She Team Women Employees) હંમેશા તૈયાર હોય છે. ખાસ કરીને કોઇ જાહેર કાર્યક્રમ કે પછી તહેવારના સમયે SHE ટીમની જવાબદારી ખૂબ વધી જતી હોય છે. ત્યારે 31 ડિસેમ્બરના દિવસે શી-ટીમ ખડે પગે જોવા મળી હતી. અને ટપોરીઓને પકડી પાડ્યા હતા. તે બદલ શી-ટીમના કર્મચારીઓને પોલીસ કમિશ્નર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 22 ટપોરીઓને પકડનાર શી-ટીમના મહીલા પોલીસ કર્મચારીનાઓને વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા કોપ ઓફ ધી મંથ પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો