- સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીજીને દેશ-વિદેશમાંથી હૃદયાંજલિ
- અંતિમ દર્શન માટે બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
- કુંવરજી બાવળીયાએ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કર્યા
વડોદરા :યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિચહના બુધવારે સવારથી "અનિર્દેશ"ના હોલમાં દર્શન શરૂ કરાયા હતા. પોતાના પ્રિય ગુરુજીના દર્શન કરવા હજારો ભક્તો અશ્રુભિની આંખે અને ભગ્નહૃદયે ઉમટી પડ્યા હતા.
કાચના વાતાનુકુલિત કક્ષમાં જ દિવ્ય વિગ્રહને દર્શનાર્થે રખાયો
બુધવારે સવારે 9 કલાકે હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગહની આરતી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, નિર્મળ સ્વામી, કૃણચરણ સ્વામી, સંતવલ્લભ સ્વામી સહિત સંતો અને સહિષ્ણુ સેવકોએ કરી હતી. યોગી પ્રાર્થના મંદિરમાં યોજાતી સભામાં પૂજ્ય સ્વામીજી દર્શન-આશિષનો લાભ આપતા એ જ સ્થળ અને આસનને આવરી લેતા ખાસ બનાવેલા કાચના વાતાનુકુલિત કક્ષમાં જ દિવ્ય વિગ્રહને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સોખડા હરિધામ મંદિર પરિસરમાં અક્ષરનિવાસી સંતશ્રીના નશ્વરદેહને દર્શનાર્થે મુકાયો
અંતિમ દર્શન કરી શકે તે માટે વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઇ