ગુજરાત

gujarat

એક માની ગયા તો બીજા થયા નારાજ, રાજીનામાની આપી ધમકી

By

Published : Jan 24, 2020, 11:29 AM IST

વડોદરાઃ શહેરમાં ભાજપમાં આંતરિક વિખવાદ વકરી રહ્યો છે. ધારાસભ્ય કેતન ઈમાનદાર બાદ હવે મધુ શ્રીવાસ્તવે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી છે, ત્યારે સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.

વડોદરા
વડોદરા

વડોદરાનું રાજકારણ ભર શિયાળે ગરમાયુ છે. કારણ કે, ભાજપમાં આતંરિક વિખવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી એક પછી એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યાં છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષમાં પોતાની નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે.

આ પહેલા પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પક્ષમાં પોતાની નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સમજ્યાં બાદ તેને પોતાનું રાજીનામું પરત ખેચ્યું હતું.

હજુ આ મામલો થાળે પણ નહોતો પડ્યો ત્યાં સાવલીના ધારાસભ્યને પાર્ટીની નારાજ થઈને રાજીનામું આપવાનું જણાવી રહ્યાં છે. જે અંગે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, "મહેસૂલ વિભાગમાં કામ ન થતાં હોવાના કારણે તે બળવો કરી રહ્યા છે."

આમ, ભાજપમાં આંતરિક મનભેદના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભડાટ મચ્યો છે, ત્યારે આવાનાર સમયમાં ભાજપમાં ભંગાણ થવાના એંઘાણ વર્તાઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details