ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવાયું - vadodara corona update

વડોદરામાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા પાલિકા અને પોલીસના સયુંકત ઉપક્રમે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જેટ ટીમો દ્વારા લોકોને પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

વડોદરા
વડોદરા

By

Published : Apr 8, 2021, 7:19 PM IST

  • વડોદરામાં કોરોનાં સંક્રમણને ફેલાતું અટકાવવા તંત્રએ કમર કસી
  • પોલીસ અને પાલિકાની વિવિધ ટીમો બનાવાઈ
  • જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ

વડોદરા:શહેર અને જીલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની ચેઈનને તોડવા તંત્ર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જ્યારે લોકો હજી પણ કોરોનાને ગંભીરતાથી લઈ નથી રહ્યા. જેને લઈ શહેરના વિવિધ શાક માર્કેટ, ભીડ ભાળ થતા બજારો તેમજ ટ્રાફિક વધુ હોય તેવા રાજ માર્ગો પર પાલિકા અને પોલીસની ટીમો દ્વારા નગરજનોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સૂચના આપવામાં આવી રહી છે.

જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવાયું

આ પણ વાંચો:જામનગરમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટીમનું ચેકીંગ, જાહેરમાં ગંદકી કરતા ઇસમોને ફટકારાયો દંડ

કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતા 70 વ્યક્તિઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ફેલાયું છે, ત્યારે લોકો સરકારી ગાઈડલાઈનનું પાલન કરે તે માટે પોલીસ અને કોર્પોરેશનની જોઈન્ટ એન્ફોર્સમેન્ટની જેટ ટીમો બનાવવામાં આવી છે. પબ્લિક એનાઉન્સમેન્ટ દ્વારા લોકોને વારંવાર માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલની અસર પણ જોવા મળી હતી અને તેના કારણે શાકભાજીની લારીઓવાળા તેમજ રાહદારીઓ માસ્ક બરાબર પહેરતા ન હતા તેઓ એલર્ટ થઇ ગયા હતા. બીજી તરફ કર્ફ્યૂ ભંગ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરે સૂચના આપતાં પોલીસ દ્વારા બિનજરૂરી રીતે બહાર નીકળનારા તત્વો સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આવા 70 લોકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ભાવનગરમાં પ્રથમ દિવસે કરફ્યૂને લઈને પ્રજાનો સહકાર

ABOUT THE AUTHOR

...view details