ગુજરાત

gujarat

ETV Bharat / state

'હું પણ ચોકીદાર'ના બોર્ડ લાગતા ચૂંટણી તંત્ર થયું દોડતું - violation

વડોદરાઃ શહેરમાં અચાનક વિશ્વામિત્રી તેમજ મુજમહુડા રોડ પર ભાજપના સિમ્બોલ સાથે 'હું પણ ચોકીદાર'ના બોર્ડ લાગતા ચૂંટણી તંત્ર દોડતું થયું હતું. જો કે, આ હોર્ડિંગ કોણે લગાવ્યા તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.

સ્પોટ ફોટો

By

Published : Mar 26, 2019, 1:38 PM IST

શહેરમાં અચાનક 'હું પણ ચોકીદાર'ના બોર્ડ લાગવાથી કુતુહલ સર્જાયું હતું. શહેરના વિશ્વામિત્રી બ્રિજ પાસે 'હું પણ ચોકીદાર'નું ભાજપના સિમ્બોલ અને PM મોદીના ફોટો સાથેનું હોર્ડિંગ લાગતા લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

સ્પોટ ફોટો

હોર્ડિંગ કોણે લગાવ્યા તેની માહિતી મળી નથી, પરંતુ તાત્કાલિક હોર્ડિંગ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોના બોર્ડ અને સિમ્બોલ હટાવી લેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details