ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવલીના ગામમાં ગોડાઉનમાં અનાજ ઓછુંં આવતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

વડોદરા સાવલી તાલુકાના નાની ભાડોલ ગામે સસ્તા અનાજની દુકાનમાં જ નિગમના ગોડાઉનમાંથી અનાજ ઓછું આવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ સાથે વીડિયો વાયરલ થયો છે.

vadodara
સાવલીના ગામમાં ગોડાઉનમાં અનાજ ઓછુંં આવતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

By

Published : May 19, 2020, 7:14 PM IST

વડોદરાઃ નાની ભાડોલ ગામમાં શ્રી ગણેશ બચત ગ્રુપ સખીમંડળ દ્વારા પંડિત દિનદયાળ સસ્તા અનાજની દુકાન ચલાવવામાં આવે છે. જેમાં મંગળવારે નિગમના ગોડાઉનમાંથી ચોખા અને ઘઉં તથા અનાજ રાશનકાર્ડ ધારકોને આપવામાં માટે જમા થાય છે. પરંતુ જાગૃત ગ્રામજનો દ્વારા આ અનાજના કટ્ટાને વજન કાંટા પર ચકાસણી કરતા એક કટ્ટામાંથી 15 થી 17 કિલો જેટલું અનાજ ઓછું નીકળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગોડાઉન મેનેજર, સાવલી મામલતદાર તેમજ પુરવઠા મામલતદારને અગાઉ પણ આ બાબતનું ધ્યાન દોરવા છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી.

મહત્વની બાબત એ છે કે, જ્યારે જાગૃત ગ્રામજન પુરવઠા મામલતદારને લેખિતમાં ફરિયાદ આપવાનું કહેતા પુરવઠા મામલતદાર ફરિયાદીને સમજાવી દિધાં અને કહ્યુંં હતું કે બીજી વખત આવું નહીં થાય. આ મુદ્દે ગ્રામજનોએ મામલતદાર પર પણ તેઓનું ન સાંભળવાના આક્ષેપ કર્યા છે. આ બાબતે મીડિયાકર્મીઓએ નિગમ ગોડાઉન મેનેજર અર્ચિત પટેલ તેમજ પુરવઠા મામલતદારનો સંપર્ક કરતા તેમણે કંઈજ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details