ગુજરાત

gujarat

ETV Bharat / state

​​​​​​​વડોદરામાં વજુભાઈ વાળાના હસ્તે સંસ્કાર પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું - VLD

વડોદરાઃ વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની સુવર્ણ જયંતિ નિમિત્તે પીપળીયા ગ્રામ પંચાયત અને સંસ્કાર આ પ્રવેશ દ્વારનુ નિર્માણ કરવામાં આવેલા પ્રવેશ દ્વારનું કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : May 31, 2019, 3:04 AM IST

સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની સુવર્ણ જયંતિ નિમિત્તે પીપળીયા ગ્રામ પંચાયત અને સંસ્કાર આ પ્રવેશ દ્વારનુ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનુ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રસંગે વજુભાઇ વાળાએ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના સંસ્થાપક સ્વ. ધીરજલાલ જયસ્વાલે ગ્રામીણ ઉત્કર્ષ ઉપર ભાર મૂક્યો હતો. આ માટે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી. વંચિત અને પછાત વર્ગના લોકોને આગળ લાવવા પ્રયત્નો કર્યા હતાં.

વજુભાઈ વાળાના હસ્તે સંસ્કાર પ્રવેશ દ્વારનું કરાયું લોકાર્પણ

વજુભાઈ વાળાએ શહેર અને ગ્રામ્ય જીવનની સરખામણી કરતા કહ્યું કે, શહેરી વિસ્તારના લોકોમાં દયા, લાગણી, પ્રેમ, કરૂણા જેવા ગુણો ઓછા જોવા મળે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં વધુ સંસ્કાર જોવા મળે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સંસ્કાર તો છે પરંતુ, ત્યાં શિક્ષણની જરૂર છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકારે શાળાઓનું નિર્માણ કરાવ્યું અને શિક્ષકોની ભરતી કરી અને શિક્ષણ પ્રત્યે જાગૃતી આવે તેવી પ્રોત્સાહક યોજનાઓ પણ શરૂ કરી અને બાળકોને શાળામાં ઉત્સાહભેર પ્રવેશ અપાવ્યાં હતો. તેમજ તેમણે સંપત્તિ નહિ પણ સંસ્કારને પ્રાધાન્ય આપવાની ટકોર કરી હતી.

સંસ્કાર પ્રવેશ દ્વારનું લોકાર્પણ

વજુભાઈ વાળાએ ધનવાન અને ગુણવાનની સરખામણી કરતા ઉમેર્યું કે, સમાજમાં ગુણવાન વ્યક્તિનું પૂજન થાય છે. સંસ્કારવાન વ્યક્તિનું સમાજમાં મહત્વ હોય છે અને આપણે મોટા થવું હોય તો બીજાને મોટા કરવા જોઇએ. તેમજ સ્ત્રીનો મહિમા નારી હંમેશા સશક્ત જ હોય છે પરંતુ, માત્ર તેને તક આપવાની જરૂર હોય છે. સ્ત્રી સંસ્કારની દેવી છે અને સમગ્ર વિશ્વને અહિંસા જેવા ગુણોની શીખ આપે છે.

ABOUT THE AUTHOR

...view details