ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : ઝાડી ઝાખરાંમાથી યુવાનો મળ્યો મૃતદેહ, હત્યાનું કારણ અકબંધ - Youth killed in Vadodara

વડોદરાના નડા ગામેથી ઝાડી ઝાખરાંમાથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરતું ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી તે હજુ અકબંધ રહ્યું છે.

Vadodara Crime : ઝાડી ઝાખરાંમાથી યુવાનો મળ્યો મૃતદેહ, હત્યાનું કારણ અકબંધ
Vadodara Crime : ઝાડી ઝાખરાંમાથી યુવાનો મળ્યો મૃતદેહ, હત્યાનું કારણ અકબંધ

By

Published : Mar 10, 2023, 11:42 AM IST

વડોદરાના નડા ગામેથી ઝાડી ઝાખરાંમાથી યુવાનનો મૃતદેહ મળ્યો

વડોદરા : ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોળી ધૂળેટીનો પર્વ મધ્ય ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. ત્યારે તહેવારની સાથે સાથે કેટલાક લોકો પોતાનું વ્યક્તિગત વેર ઝેર પણ વસૂલતા જોવા મળે છે. એવો એક કિસ્સો ડભોઇના નડા ગામે બહાર આવ્યો હતો. મળતી માહિતી મુજબ નડા ગામે રહેતા રાજેશ પરમાર (ઉંમર 34) રાત્રીના સમય દરમિયાન ઘરે પરત ફરતા પરિવારજન ચિંતામાં મુકાય ગયા હતા. તેથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બીજા દિવસે વહેલી સવારે ગામની સીમમાં આવેલી ઝાડી ઝાખરાંમાથી તેઓનો મૃતદેહ જોવા મળ્યો હતો.

મૃતદેહ મળી આવતા પંથકમાં ચર્ચા

મૃતદેહ મળી આવતા પંથકમાં ચર્ચા :ધુળેટીના પર્વની ઉજવણી કર્યા બાદ રાત્રીના સમય દરમિયાન રાજેશ પરમાર ઘરે પરત આવ્યા ન હતા. જેથી પરિવારજનો ઘેરી ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારજનોએ રાત્રે શોધખોળ કરવામાં ચાલુ કરી દીધી હતી. પરંતુ કઈ અતોપત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન વહેલી સવારે ગામની સીમમાંથી રાજેશ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આસપાસના રહીશો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવીને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો :Ahmedabad Crime: ધૂળેટીના દિવસે સામાન્ય બબાલમાં યુવકની હત્યા, પોલીસે આરોપીને કર્યો જેલભેગો

હત્યા કરાઈ હોવાનું અનુમાન :કોઈ અજાણ્યા શખ્સોએ રાજેશ પરમારની હત્યા કરી પોતાનું વેર વસુલ્યૂ હોય તેવી સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ પોલીસ બનાવ સ્થળે પહોંચી ડોગ સ્કોડ અને એફએસએલની ટીમની મદદ લઈ હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યાનો ભેદ ખોલવા માટે એલસીબી અને એસઓજીની ટીમો કામે લગાવી દેવામાં આવી છે, પરંતુ ક્યા કારણોસર હત્યા થયાનું અંગેનું રહસ્ય અકબંધ સામે આવી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી મૃતદેહનો કબજો મેળવી ડભોઇ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :Ahmedabad Crime : પત્નીની હત્યા કરી આત્મહત્યામાં ખપાવવા બનાવ્યો માસ્ટર પ્લાન, ફુટી ગયો ભાંડો

પોલીસનું નિવેદન : DYSP આકાશ પટેલે જણાવ્યું હતું કે, તાલુકાના નડા ગામે રાત્રીના સમય દરમિયાન રાજેશ પરમાર નામની વ્યક્તિ લાપતા થઈ હતી. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ અન્ય દિવસે વહેલી સવારે તેઓનો મૃતદેહ નડા ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવી હોવાની જાણ ડભોઇ પોલીસને થઈ હતી. ડભોઇ પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રાજેશ પરમારના સગાભાઈ વિજયભાઈ પાસે બનાવ અંગે ફરિયાદ લઈ વધુની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details