વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવા પાવાગઢથી પિંગલવાળા સુધી પદયાત્રા વડોદરા :શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી દેશમાં દૂષિત નદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાવાગઢથી પિંગલવાળા સુધી આ નદી પસાર થઈ રહી છે અને તેની રચના વિશ્વામિત્રી ઋષિ દ્વારા કરવામાં આવી છે. આ નદી આજે શહેરમાં એક વિરાસત સમાન છે. આ નદીમાં સૌથી વધુ મગર વસવાટ કરી રહ્યા છે. તેમજ આ નદીમાં છોડવામાં આવતા દૂષિત ગટરના પાણી ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે? કરોડો રૂપિયા કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. આ અંગે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા અનેક પ્રયાસો કરાયો છે. આ નદી પર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સાથે ક્રોકોડાઈલ પાર્ક બનાવવાનો પ્રોજેકટ આજે ક્યાં જોવા નથી મળી રહ્યા.
વિશ્વામિત્રીમાં દૂષિત પાણી આજદિન સુધી અનેક જનજાગૃતિ કાર્યક્રમ કર્યા : વિશ્વામિત્રી બચાવો સમિતિના દિપક જૈને જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીને વહેતી જોનારા લોકોને અમે સાંભળ્યા છે. આ નદી શુદ્ધ કરવા માટે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા છે. બજેટમાં પણ આ અંગે જોગવાઈ કરાઈ છે કે વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ પાછળ ધ્યાન અપાશે. આ નદીમાં ગંદકી ઠાલવવામાં આવે છે સાથે દૂષિત ગટરનું પાણી છોડવામાં આવે છે. તેના માટે લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નદીના શુદ્ધિકરણ માટે પદયાત્રા : સાથે જ આ નદી માટે વિશ્વામિત્રી સમિતિ દ્વારા પાવાગઢથી પિંગલવાળા સુધીમાં 2 કરોડ વૃક્ષો વાવવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે. આ નદીના શુદ્ધિકરણ માટે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી પદયાત્રા પાવાગઢથી પિંગલવાળા સુધી લઈ જવાશે. આ પદયાત્રા વડોદરા મહાનગરપાલિકામાં પણ લઈ જવામાં આવશે. આ નદીને સ્વચ્છ કરવા માટે શહેરના નાગરિકો સહકાર આપે તેવી લોકોમાં જાગૃતિ ફેલાય તેવી અપીલ સાથે આ પદયાત્રા નીકળવામાં આવશે. આ પદયાત્રામાં હાલ સુધીમાં 100થી વાંધો રજીસ્ટ્રેશન થયા છે.
આ પણ વાંચો :Vadodara news: વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકીને દંપતીએ જીવન ટૂંકાવ્યું
અત્યાર સુધી કરોડ ખર્ચ્યા : આ અંગે વિપક્ષ નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, આ નદી માટે આજદિન સુધી નક્કર કામ યોગ્ય રીતે થયું નથી. પ્રેઝન્ટેશન અને દેખાવોના કામ કરી લગભગ 10 કરોડ રૂપિયાથી વધુ રૂપિયાનો ખર્ચ વિશ્વામિત્રી રિવર ડેવલપમેન્ટ પાછળ અને ક્રોકોડાઈલ પાર્ક પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. પણ આજ દિન સુધી એક પ્રોજેક્ટ પ્રપોઝલ પણ સરકાર સુધી મોકલવામાં આવ્યો નથી. અલગ અલગ DPR બનાવ્યા છતાં એક પણ કામ થયું નથી. હોલિસ્ટિક રીવર ડેવલપમેન્ટ કરવાની વાતો કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારે ડેવલપમેન્ટ માટે રીવર ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવી પડે અને ત્રણ જિલ્લાનું સંકલન કરી કરવું પડે. પરંતુ આ બજેટમાં પણ ઉપર છલ્લો ઉલ્લેખ STP બનાવવાનો છે. આ ઓફિશિયલ હોવા છતાં ઉપર છલ્લુ કામગીરી કરવાની વાત છે. આ નદીનું પ્રદૂષણ ખૂબ જ વધુ છે જે માત્ર નાગરિકો દ્વારા ગટરના ગંદા પાણી છોડવાથી થઈ રહ્યું છે. વિવિધ STP ચાલતા નથી અને આ શુદ્ધિકરણ આવનાર સમયમાં દેખાતું નથી.
આ પણ વાંચો :વડોદરાની વિશ્વામિત્રી નદી પડી ટૂંકી, મગર હવે હાઇવે પર મળ્યા જોવા
500 કરોડથી વધુનું DPR તૈયાર :આ અંગે સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાવાગઢ થી પિંગલવાળા સુધીની 169 કિમી લાંબી નદી છે. શહેરના માધ્યમથી પસાર થાય છે જે શરૂઆત થી પૂર્ણ થાય છે ત્યાં સુધીનો સ્પાન 18 કિલોમીટરનો છે. આ અલગ અલગ ફેસમાં DPR જે સંસ્થાને સોંપ્યો છે. જેના મત મુજબ વડોદરા શહેરમાં પ્રવેશતા અને વરસાદનું પાણીની સમસ્યા નડતી હોય છે. આ આજવા સરોવરથી રવાલ ગામ સુધી ડ્રેન પાણીનું લઈ જઈ રોકી શકાય છે. સાથે કોટંબી ગામથી મશરીપૂરા ગામ સુધી મીની નદી તરફ આ બે ભાગમાં મેન પોર્શનમાં આવે છે. તેને કઈ રીતે અટકાવી શકાય. સાથે શહેરમાંથી પસાર થતી નદીનું પાણી વહી રહ્યું છે. ત્યારે નદીની આસપાસ ડેવલપમેન્ટ વધી ગયું છે.
20 જગ્યા ઉપર મલિન જળ : અધ્યક્ષ જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટને ડેવલપમેન્ટ કરવાની વાતમાં યોગ્ય જગ્યા મળતી નથી. સાથે આ નદીમાં મગરને સાચવી ડેવલપમેન્ટ કરવાની વાત છે. આ બાબતે કેટલાક ભાગને નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ શહેરમાં 20 જેટલી જગ્યા ઉપર મલિન જળ શહેરની નદીમાં પ્રવેશે છે. તેવી જગ્યાઓને ચકાસવામાં આવી છે. આ નદીની બંને બાજુ ડ્રેન વોટર અને રેઇન વોટર આ બંનેને પેરેરલ કોસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં 500 કરોડથી વધુ DPR તૈયાર કરવામાં આવ્યું છે. આવનાર શહેરમાં યોગ્ય પગલાં લઈ કામગીરી કરશે તેવું જણાવ્યું હતું.