વડોદરા : વડોદરામાં ફરી એકવાર એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. ફરી એકવાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. વિદ્યાના ધામમાં કેટલાક લોકો કોમર્સ ફેકલ્ટી નજીક આવેલા શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ અદા કરી રહ્યા હોવાનો વીડિયો જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાતા યુનિવર્સિટી સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.
આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ છે. નમાઝ અદા કરતો આ ત્રીજો વિડીયો વાયરલ થયો છે. ઘટનાને યુનિવર્સિટીના સત્તાધીશોએ ગંભીરતાથી લીધી છે. સ્વાભાવિક રીતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નિયમોની જાણકારી ન હોય. સમગ્ર મામલો ડીસીપ્લીનરી કમિટી પાસે જશે. આગળની કાર્યવાહી ડીસીપ્લીનરી કમિટી કરશે...પ્રોફેસર લકુલીશ ત્રિવેદી (એમ એસ યુનિવર્સિટી)
હિંદુ સંગઠનોમાં રોષ : વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની રોકટોક વગર કેટલાક લોકો પોતાની ધાર્મિક પ્રવૃતિ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ હિંદુ સંગઠનો રોષે ભરાયા હતાં અને કડક કાર્યવાહીની માગ ઉઠી છે. તો શિવસેના નેતાએ અન્ય સમુદાયની પ્રવૃત્તિઓને ષડયંત્ર સાથે સરખાવી અને નમાજ અદા કરતા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની માગ કરી હતી. જોકે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.
પહેલાં પણ નમાઝ મુદ્દે વિવાદ થયો હતો : અગાઉ પણ નમાઝ અદા કરવા બાબતે એમ એસ યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. વડોદરાની પ્રખ્યાત એમ એસ યુનિવર્સિટી વિવાદોના વાદળોમાં આવા મામલામાં અવારનવાર આવી રહી છે. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવતા યુનિવર્સિટી સત્તાધીશોએ પરિપત્ર જાહેર કરીને નમાઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે પરિપત્રનો અમલ ક્યારે થશે તે અંગે સવાલ ઊભા થઇ રહ્યા છે.
- MS University Controversy: યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ નમાઝ પઢતાં વિવાદ, ધાર્મિક પ્રવૃત્તિ પર લગાવાઈ રોક
- Viral Video: MS યુનિ.માં નમાઝ મામલે મીડિયામાં સામે બોલનારને મારી નાખવાની ધમકી
- Vadodara Viral Video: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુવતી નમાઝ અદા કરતા હોવાનો વિડીયો થયો વાયરલ