ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News : આજવા રોડ પર ટેમ્પો ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે મોત, એક્ટિવા ચાલકનો આબાદ બચાવ - Tempo driver accident in Ajwa Road

વડોદરાની રાજહંસ સોસાયટી બેફામ ટેમ્પો ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું છે. ત્યારે બીજી તરફ સદનસીબે એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો છે. સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Vadodara News : આજવા રોડ પર ટેમ્પો ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે મોત, એક્ટિવા ચાલકનો આબાદ બચાવ
Vadodara News : આજવા રોડ પર ટેમ્પો ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે મોત, એક્ટિવા ચાલકનો આબાદ બચાવ

By

Published : Jul 6, 2023, 10:35 PM IST

આજવા રોડ પર ટેમ્પો ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે મો

વડોદરા :શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી રાજહંસ સોસાયટી પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાહદારી વૃદ્ધને ટેમ્પા ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ટેમ્પો ચાલકે પાસે ઉભેલી એક્ટિવાને પણ અડફેટે લીધી હતી. જેમાં સદનસીબે એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બેફામ વાહન ચાલકોને કોઈ લગામ નહીં :શહેરમાં બેફામ વાહન હંકારનાર વાહન ચાલકો સામે પોલીસ દ્વારા પગલાં નથી લેવામાં આવતા જેથી અકસ્માતમાં રોજબરોજ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે કેટલાક નિદોર્ષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે વધુ એક વખત વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ટેમ્પો ચાલકે રાહદારીને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધ રાહદારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

એક્ટિવા ચાલકનો આબાદ બચાવ

આ નવજીવન વિસ્તાર છે. આજવા રોડ રાજહંસ શ્રદ્ધા સોસાયટી આવેલી છે. અહીંથી ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ ટેમ્પાએ રાહદારી અને એક્ટિવાને અડફેટે લીધી છે. મરણજનાર વ્યક્તિ રાહદારી છે અને તે ત્યાંથી ચાલતા જઈ રહ્યા હતા. એકાએક ટેમ્પા ચાલકે એક્ટિવા સહિત રાહદારી પર ટેમ્પો ચડાવી ફરાર થઇ ગયો હતો. આ રાહદારી ડભોઇનો હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. - સતિષભાઈ (અકસ્માત જોનાર)

લોકોના ટોળે ટોળા ઉમટ્યા :પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આજવા રોડ પર આવેલ નવજીવન વિસ્તારમાં રાજહંસ શ્રદ્ધા સોસાયટી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેમ્પો ચાલકે વૃદ્વને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ટેમ્પા ચાલકે વૃદ્ધ સહિત એક એક્ટિવાને પણ અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી. અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Turkey Accident : તુર્કીમાં બનાસકાંઠાની યુવતીનું અકસ્માતમાં મૃત્યુ, જે સમય-તારીખે ઘરેથી નીકળી હતી તે જ સમય-તારીખે મૃત્યુ
  2. Banaskantha Accident: બનાસકાંઠામાં ધાનેરા થરાદ હાઇવે પર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત
  3. Surat Accident : સુરતમાં ડમ્પર બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મૃત્યુ, ડમ્પર બળીને ખાખ થયું

ABOUT THE AUTHOR

...view details