વડોદરાઃ ગ્રામ્ય LCB પોલીસે સાવલીના અલીન્દ્રા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બાઇક એવીએટર, મોબાઈલ સહિત 45, 100₹નો મુદામાલ સાથે બે આરોપી ઝડપી સાવલી પોલીસ મથકે લાવી અન્ય બે આરોપીને ઝડપવાની કવાયત હાથ ધરાઇ હતી.
વડોદરા ગ્રામ્ય LCB પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો, 45 હજારનો મુદામાલ સાથે 2ની ધરપકડ - Gujarat News
વડોદરા ગ્રામ્ય LCB પોલીસ દ્વારા સાવલીના અલીન્દ્રા પાસેથી 45, 100નો મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરાઇ હતી. અન્ય બે આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરાઇ હતી.
હાલમાં લોકડાઉનનો કપરો સમય ચાલી રહ્યો છે, ત્યારે સાંજે 4 પછી દુકાનો અને 7 વાગ્યા પછી કર્ફ્યુનો અમલ ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા કરાઈ રહ્યો છે. તે સમયએ ગ્રામીણ વિસ્તારોમાં 4, અને 7, પછી ભલે કોઈ દુકાને પાણીની બોટલ ન મળે પણ થોડી તપાસના અંતે તો ગાંધીજીના ગુજરાતમાં દારૂની બોટલ જરૂર મળી રહે તે યુક્તિ સાર્થક કરતો કિસ્સો સાવલી પંથકમાં પણ જોવા મળ્યો હતો. વડોદરા ગ્રામ્ય LCB પોલીસે સાવલી તાલુકાના અલીન્દ્રા ગામ પાસેથી બાતમી આધારે તપાસ કરતા બે ઈસમોને ઠેલાં અને એવીએટર બાઇકની ડિક્કીમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
54 નંગ બોટલ કિંમત રૂપિયા 9,100 એવીએટર બાઇક, 30,000 મોબાઈલ ફોન 600, મળી 45,100 ના મુદ્દામાલ સાથે અલીન્દ્રા ગામના આરોપી નંબર 1, જગદીશ, ઠાકોર 2, મેહુલ, વસાવાની ધરપકડ કરી વધુ તપાસ માટે સાવલી પોલીસ મથકે લવાયા હતાં અને આરોપી 3, કમલેશભાઈ, કાલિદાસ ઠાકરડા અને અલીન્દ્રા ગામના ચાલુ સરપંચ સુરેશભાઈ, કાલિદાસ, ઠાકરડાને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.