ગુજરાત

gujarat

ETV Bharat / state

દુષ્કર્મના આરોપીને પોલીસે આ રીતે ઝડપી પાડ્યો - JP Road Police Station

વડોદરામાં દુષ્કર્મના આરોપી બિલ્ડરને ઝડપી લેવામાં( Vadodara rape case )આવ્યો છે. મોંધીદાટ કારમાં ફરતો દુષ્કર્મનો આરોપી ઓટોરીક્ષામાં ઘર તરફ જતા પોલીસના હાથે ચઢ્યો હતો. આરોપીની ધરપકડ બાદ કોવિડ ટેસ્ટ કરવામાં (Builder accused of misdemeanor arrested )આવ્યો છે. જેનું પરિણામ આવ્યા બાદ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દુષ્કર્મના આરોપી પોલીસે આ રીતે ઝડપી પાડ્યો
દુષ્કર્મના આરોપી પોલીસે આ રીતે ઝડપી પાડ્યો

By

Published : Aug 5, 2022, 3:21 PM IST

વડોદરાઃ શહેરમાં કાન્હા બિલ્ડર ગ્રુપ સાથે એક સમયે સંકળાયેલા ( Vadodara rape case )નવલ દિપક કુમાર ઠક્કર દ્વારા તેના જ સમાજની પરિચીત યુવતિ સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. 28 તારીખના રોજ ફરિયાદ નોંધાયા બાદથી (Builder accused of misdemeanor arrested )તે ફરાર હતો. નવલ ઠક્કરને ઝડપી લેવામાં આવ્યો છે. મોંધીદાટ કારમાં ફરતો દુષ્કર્મનો આરોપી નવલ ઠક્કર ઓટોરીક્ષામાં ઘર તરફ જતા પોલીસના હાથે ચઢ્યો હતો. તો બીજી તરફ કાન્હા ગ્રુપ દ્વારા જાહેર અખબાર માધ્યમોમાં નોટીસ મારફતે જણાવાયું છે કે, નવલ ઠક્કર ક્યારે પણ ગ્રુપ સાથે જોડાયેલો ન હતો.

આ પણ વાંચોઃહવે શહેરમાં વૃદ્ધ મહિલાઓ પણ સુરક્ષિત નથી! માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના આવી સામે

દુષ્કર્મનો આરોપી ઝડપાયો -બિલ્ડર નવલ ઠક્કરની સામે જેપી રોડ પોલીસ મથકમાં દુષ્કર્મનો (JP Road Police Station)ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ ફરિયાદીની દિકરી સાથે આરોપી નવલ દિપક કુમાર ઠક્કરે દુષ્કર્મ આચર્યું છે. ગુનો નોંધાયા બાદ આરોપીને પકડવા માટે 5 ટીમો સતત કાર્યરત હતી. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી અંબાજીથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસની ટીમે તેને દબોચી લીધો છે. ઇલોરાપાર્ક આઇનોક્સ પાસે આવેલા શાક માર્કેટ નજીકથી રીક્ષામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછ કરવામાં આવી -આરોપીની ધરપકડ બાદ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનું પરિણામ આવ્યા બાદ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પીડિતાની મેડીકલ ચકાસણી કરી દેવામાં આવી છે. સીઆરપીસી 164મુજબ ભોગ બનનારનું નિવેદન લેવામાં આવ્યું છે. હાલ સુધીની તપાસમાં ભોગ બનનારનું શી ટીમ દ્વારા કાઉન્સિલીંગ કરવામાં આવ્યું છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવતા પહેલા તેની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી, તેની અટકાયત કર્યા બાદ વિગતવાર જાણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃમાનસિક અસ્થિર બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકે ખુદ સાથે કર્યું કંઇક આવું...

અખબારમાં જાહેર ખુલાસો આપવામાં આવ્યો -ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી તેના દુરના પરિચીત છે. ફરિયાદી અને આરોપી બન્ને ઓળખતા હતા. નવલ અંબાજી તથા અન્યત્રે દર્શન કરવા ગયો હતો. ટેકનીકલ દ્વારા તથા ડીસીબી અને પીસીબી વારંવાર તેને ટ્રેસ કરવાના પ્રયાસો કરી રહી હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળતા તેની અટકાયત કરી લેવામાં આવી છે. દુષ્કર્મના આરોપી નવલ ઠક્કરના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં તેણે નામ નીચે OWNER Kanha Group એટલેકે કાન્હા ગ્રુપનો સંચાલક હોવાનું લખ્યું છે. તેની સાથે તેણે રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા કાન્હા ગ્રુપની વેબસાઇટનો પણ ઉલ્લેખ કર્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પ્રોફાઇલ આ પ્રમાણે છે. તો બીજી તરફ કાન્હા ગ્રુપ દ્વારા અગ્રણી અખબારમાં જાહેર ખુલાસો આપવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, નવલ દિપક કુમાર ઠક્કર કાન્હા ગ્રુપમાં ક્યારેય ભાગીદાર તરીકે રહેલા નથી. કે કાન્હા ગ્રુપમાં ક્યારેય ભાગીદાર તરીકે રહેલા નથી. કાન્હા ગ્રુપ સાથે કોઇ પણ રીતે જોડાણ ધરાવતા નથી.

ABOUT THE AUTHOR

...view details