વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારાની ઘટનામાં એક નરાધમે જવાન સાથે ઝપાઝપી કરી વડોદરા :શહેરના ફતેપુરામાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં પથ્થરમારાની દરમિયાન SRP જવાન પાસેથી રાયફલ છીનવવાની કોશિશ અને ફરજમાં રૂકાવટ બદલ એસઆરપી જવાને વારસીયા પોલીસ મથકમાં ત્રણે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી આરોપી અબ્દુલ શેખને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ સુધીમાં આ ઘટનામાં 40થી વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હજુ પણ આગળની કાર્યવાહી ચાલી રહી છે.
રાઇફલ છીનવવાની કોશિશ :વારસીયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોધરાના SRP ગ્રુપના કોન્સ્ટેબલ દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર રામનવમીની શોભાયાત્રાના દિવસે થયેલા પથ્થરમારાની ઘટનાના રોજ સાંજે પોણા છ વાગ્યાના અરસામાં કાલુ શાહીદબાબાની દરગાહ, કુંભારવાડા ડીપ પોઇન્ટમાં બંદોબસ્તમાં હતા. તે દરમિયાન રસીદ સતાર શેખ, બીટ્ટુ રફીક બંગાળી અને મોહસીન ફતેપુરા પાસે એકદમ હુમલો કર્યો હતો. આ દરમિયાન ફરજમાં રુકાવટ ઉભી કરી ઝપાઝપી શરૂ કરી હતી. સાથે એક શખ્સ પાસે આવીને જવાનને લાફો મારી અને સરકાર દ્વારા આપવામાં આવેલા SRP જવાની રાઇફલ છીનવવાની કોશિશ કરી હતી. આ બનાવ વારસિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :Vadodara Crime News : વડોદરા પથ્થર મારની ઘટનાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, 5 આરોપીઓના થયા રિમાન્ડ મંજૂર
આખરે આરોપીની ધરપકડ :ફરિયાદ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે સીસીટીવી અને વિવિધ સર્વેલન્સ આધારે મોનિટરિંગ દ્વારા ચકાસણી કર્યા બાદ હાલમાં અબ્દુલ રસીદ અબ્દુલ સતાર શેખ (ઉંમર વર્ષ 42 ,રહે ધોયાવાડ)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને દબોચીને કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :Vadodara News : પથ્થરમારાની ઘટનાને લઈને 1 હજારથી વધુ પોલીસ ફોજ મેદાને ઉતરી , 45ની અટકાયત
ઘટનાને પગલે અત્યાર સુધીમાં શું થયું :વડોદરા શહેરમાં રામનવમીના દિવસે શહેરના ફતેપુરા વિસ્તારમાં થયેલ પથ્થરમારાની ઘટનાને લઈ અત્યાર સુધીમાં 45 સામે નામજોગ અને 500ના ટોળા સામે ફરિયાદ દાખલ થઇ છે. જેમાં 40 શખ્સોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. સાથે આ ઘટનાને લઈ શહેરમાં જુદા જુદા ચાર પોલીસ મથકમાં ફરિયાદો નોંધવામાં આવી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બાકી રહેલા આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.