વડોદરા: શ્રમિક પરિવારો મોટી સંખ્યામાં મજૂરી કરવા ગુજરાત આવ્યા હતા, પરંતુ લોકડાઉનને પગલે તેઓ અટવાયા હતા. ગુજરાત સરકાર દ્વારા આ પરપ્રાંતીઓને તેમના વતન જવા માટે વાહનો અને પરવાનગી આપવામાં આવ્યા છે, પરંતુ તેમના વતન ઉત્તર પ્રદેશ સરકાર અને મધ્ય પ્રદેશ સરકાર ગુજરાતમાથી આવતા પરપ્રાંતીઓને પ્રવેશ ન આપવામાં આવતા આવા શ્રમિક પરિવારો ઘરે જઈ શક્તા નથી અને બોર્ડર પરથી જ તેમણે જ્યાંથી આવ્યા ત્યાં પરત જવા સૂચનો અપવામાં આવતા 11 જેટલા વાહનો ડભોઈ વેગા નજીક આવી પહોચ્યા હતાં.
વડોદરાઃ સુરતથી મધ્યપ્રદેશ જતા શ્રમિકોને પોલીસે અટકાવ્યા - કોરોના વાઇરસ ગુજરાતમાં
સુરતથી મધ્યપ્રદેશ જતા શ્રમિકોને વેગા ચોકડી પાસે પોલીસે અટકાવ્યા હતાં. ગુજરાતમાંથી પરત વતન ફરેલા શ્રમિકોને પરવાનગી ન મળતા પડ્યાં પર પાટું જેવો ઘાટ સર્જાયો હતો.
વડોદરા: સુરતથી મધ્યપ્રદેશ જતા શ્રમિકોને વેગા ચોકડી પાસે પોલીસે અટકાવ્યા.
જેમને ડભોઇ પોલીસ તંત્ર દ્વારા પરત જે સ્થળ પરથી આવ્યા હતા, ત્યાં સુધી મૂકી આવવા માટેની તાકીદ હાથ ધરવામાં આવી હતી. આશરે 800 જેટલાં શ્રમિક પરિવારો પોતાના વતન જવા માટે સુરતથી નીકળ્યા હતાં, પણ તેમના રાજ્યમાં પ્રવેશ ન થતા પરત સુરત જવાનો વારો આવ્યો છે. આ તમામને કરજણ મોકલવા તંત્ર મજબૂર બન્યું હતું.