ગુજરાત

gujarat

ETV Bharat / state

રીઢા ગુનેગારને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ - accused

રાજયભરના નાના-મોટા શહેરોમાં માર્ગ ઉપર એકલી પસાર થતી અને તેમાં પણ ઉંમરલાયક હોય તેવી મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેઇન તફડાવી ભાગી છૂટતા એક રીઢા અછોડા તોડને ઝડપી પાડવામાં ગુના શોધક શાખાને સફળતા હાથ લાગી છે.

રીઢા ગુનેગારને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ
રીઢા ગુનેગારને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

By

Published : Mar 14, 2020, 4:40 AM IST

વડોદરા : છેલ્લા 14 વર્ષથી અછોડા તોડીને પોતાનો વ્યવસાય બનાવનાર અને પાંચ વર્ષથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આ અછોડા તોડે પાંચ વર્ષમાં 36 મહિલાના ગળામાંથી ચેઇન અને મંગલસૂત્ર તફડાવી લીધા હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં ગુના શોધક શાખાએ 4.82 લાખની સોનાની સાત ચેઇન કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

રીઢા ગુનેગારને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

મળતી વિગતો અનુસાર વચગાળાના જામીન અને પેરોલ ફર્લો રજા મેળવી જેલમાંથી છૂટેલા અને પરત હાજર નહીં થયેલા કેદીઓ અને અછોડાતોડોને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી સુચનાને પગલે આરોપીઓની યાદી બનાવી તેમની શોધખોળ હાથ ધરતાં 2015ની સાલમાં વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયેલો રીઢો અછોડા તોડ કિશોર મોહનની બાતમી મળતાં તેની અટકાયત કરતાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.

2015ની સાલમાં જેલમાંથી છૂટેલા કિશોર માછીએ રાજ્યના અનેક નાના મોટા શહેરોમાં હાહાકાર મચાવી પાંચ વર્ષના જ ગાળામાં 36 ગુના આચર્યા અને 2019/20ની વર્ષમાં નડિયાદ, ગોધરા, પાટણ, પાલનપુર, હિંમતનગર અને મહેસાણામાં સાત ગુના આચર્યા હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે તેની પાસેથી 4.82લાખની કિંમતની સાત સોનાની ચેઇન કબ્જે કરી હતી. આ ગઠિયો મોટરસાયકલ ઉપર એકલો નીકળી એકલ દોકલ મહિલાને નિશાન બનાવી ચેઈન તોડી ફરાર થઈ જતો હતો. તેણે ગોધરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, ઇડર, સિધ્ધપુર, પાલનપુર, ડીસા, સુરેન્દ્રનગર અને બોરસદમાં પણ ગુના આચાર્યા હતાં. ગુનાશોધક શાખાએ તમામ પોલીસ મથકોને આ અંગેની જાણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details