વડોદરા: પ્રાપ્ત માહિતી અનુસાર લોકડાઉન ચાલી રહ્યું હોવાથી પાન-પડીકી તમાકુ, સિગારેટ, બીડીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને વેચાણ કરતાં ઝડપાયા તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બુધવારે સાંજે રાવપુરા પોલીસે પાન પડીકી વેંચતા સુનિલ રાવલ નામના ઇસમની અટકાયત કરી હતી.
સુનિલ રાવલે પોલીસ સ્ટેશનમાં લગાવેલ કાંચ તોડી નાખી કાંચના ટુકડા વડે પોતે પોતાના ગળા પર ઘા ઝીંકી દેતા હતા અને ત્યાજ ઢળી પડ્યો હતો, ત્યાર બાદ પોલીસ કર્મચારીઓ તેને પીસીઆર વાનમાં બેસાડી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી જાણ ઇજાગ્રસ્ત સુનિલના પરિવારજનોને થતા તેમને પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચાવ્યો હતો.