વડોદરા પોલીસે વર્ષ દરમિયાન 104 ગુનેગારોને કર્યા જેલ ભેગા - Gujarati news
વડોદરાઃ શહેરની પોલીસની PCB શાખા દ્વારા જાહેર કરાયેલી યાદી પ્રમાણે ચાલુ વર્ષમાં સૌથી વધુ ગુનેગારોની અટકાયત કરી હોવાનું જણાયું છે. જેમની વિરૂદ્ધ પોલીસે કાનૂની કાર્યવાહી કરીને આરોપીઓને જેલ ભેગા કર્યા હતા.
મળતી માહિતી મુજબ, દિવસેને દિવસે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સબ સલામતની વાતો કરનારી વડોદરા શહેર પોલીસે વર્ષ 2019માં માથાભારે ગુનેગારોને પાસા એકટ હેઠળ જેલ ભેગા કર્યા છે. હજુ તો વર્ષ પૂરું પણ થયું નથી ત્યાં તો 104 જેટલા ગુનેગારને પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયા છે. જેમાં પ્રોહિબિશન બુટલેગરોની સંખ્યા 56, ખુંખાર હિસ્ટ્રીસીટર 46, તેમજ 1 જમીન પચાવી પાડનાર અને અનૈતિક વેપાર કરનાર 3 એમ કુલ મળીને 104 જેટલાં આરોપીઓને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં ધકેલવામાં આવ્યા છે.