ગુજરાત

gujarat

By

Published : Oct 30, 2022, 3:32 PM IST

ETV Bharat / state

ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર ભવ્યા સ્વાગત કરાયુ હતું. વડાપ્રધાન આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્રણ દિવસમાં હજારો કરોડના વિકાસના કામોનું ઉદ્ધાટન અને લોકાર્પણ હાથ ધરવામાં આવનાર છે. વડોદરા એરપોર્ટથી વડાપ્રધાન મોદી ભવ્ય રોડ શો (Vadodara Pm Modi Road Show) કર્યો અને લેપ્રસી ગ્રાઉન્ડમાં પહોંચ્યા છે. ત્યાં ચુનિંદા ઉદ્યોગપતિઓની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાગ લઈ રહ્યા છે.

ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે
ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે

વડોદરા:ભારતીય વાયુસેના માટે સી-295 એમડબલ્યું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ બપોરે (Pm modi gujarat visit) શિલાન્યાસ કરશે. તે પૂર્વે રોડ શો કરી ને લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે પહોચ્યા હતા. જેની પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. રોડ શૉ એરપોર્ટથી શરૂ કર્યો હતો, રોડ પર મોદીની એક ઝલક જોવા માટે લોકોએ પડા પડી કરી હતી. બાદમાં મોદી ગ્રાઉન્ડ તરફ જવા રવાના થયા અને જાહેરસભા સ્થળ લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ શો (Vadodara Pm Modi Road Show) કર્યા હતો.

ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાનની વડોદરાની મુલાકાત:દેશમાં ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એરક્રાફ્ટ (Aircraft foundation stone) વિનિર્માણ સુવિધા બનશે. આ સુવિધાનો ઉપયોગ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન વચ્ચેના સહયોગ દ્વારા ભારતીય વાયુસેના માટે 40 C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે થશે. આ સુવિધા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં લેવાનારું એક મુખ્ય પગલું હશે અને આ ક્ષેત્રના ખાનગી ખેલાડીઓની ક્ષમતાને ખુલ્લો દોર આપવામાં પણ મદદ કરશે. આત્મનિર્ભર ભારત અંતર્ગત એરોસ્પેસ ઉદ્યોગમાં ટેકનોલોજીકલ અને વિનિર્માણની પ્રગતિ દર્શાવતા પ્રદર્શનની (Vadodara IT exhibition) પણ મુલાકાત લેશે.

ABOUT THE AUTHOR

...view details