- 19 વોર્ડની 76 બેઠકો પર 1451 ઉમેદવારો ઉમટ્યાં
- વિસ્તારનાં સ્થાનિક પ્રશ્નો વિશે નિરીક્ષકોએ પૂછ્યા સવાલો
- પૂર્વ કાઉન્સિલર અને યુવા કાર્યકરોએ લીધી નિરીક્ષકોની મુલાકાત
વડોદરા: ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા બે દિવસ સુધી કરવામાં આવી હતી. પહેલા દિવસે શહેરમાં નિરીક્ષકોએ 10 વોર્ડની 40 બેઠકો પર ભાજપનાં 789 દાવેદારોની સેન્સ લીધી હતી, જ્યારે બીજા દિવસે 09 વોર્ડમાં 36 બેઠક ઉપર ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. ભાજપમાંથી બે દિવસમાં 19 વોર્ડની 76 બેઠકો પર 1451 ઉમેદવારો ટિકિટ માટે આવ્યા હતા. પ્રદેશ ભાજપ સંગઠન અને પંદર જેટલા નિરીક્ષકોની ટીમે બે દિવસ અલગ અલગ વોર્ડમાં ચૂંટણીની દાવેદારી કરનાર ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
નિરીક્ષકોએ દાવેદારોને પૂછ્યા વોર્ડ વિષયક પ્રશ્નો
ભાજપનાં મેન્ડેટ પરથી વડોદરા કોર્પોરેશન ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોને બે દિવસ નિરીક્ષકોએ સાંભળ્યા હતા. નિરીક્ષકોએ દાવેદારોને કેટલાક પ્રશ્નો કર્યા હતાં, જેમાં વઢવાણ કોમ્પ્યુટર વિશે શું મત છે?, તેનાં કામો વિશે તેમનો શું વિવાદ છે?, તેમણે ચૂંટણી કેમ લડવી છે?, તેમણે પેજ સમિતિ બનાવી છે કે નહીં?, એક સમિતિમાં કેટલા પેજ આવે છે?, કોરોનામાં તેમણે શું કામગીરી કરી છે? તેમના વિસ્તારનાં સ્થાનિક પ્રશ્નો શું છે? તેવા અનેક સવાલોનો સમાવેશ કરાયો હતો.
9 વોર્ડની 36 બેઠકો પર કુલ 662 દાવેદારો નિરીક્ષકોને મળ્યા