વડોદરા : વડોદરા શહેર સ્માર્ટ સીટી તરીકે નામના ધરાવે છે, ત્યારે સ્માર્ટ સિટીના શાસકો પણ સ્માર્ટ હોય છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ ભ્રષ્ટ અને નિમ્ન ગુણવત્તા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે. વાત છે શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા હાથીખાના મેઇનરોડથી કુંભારવાડા નાકા સુધીના ડામરના રોડની કે જે જ્યાં 15 દિવસ પહેલા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા રોડ પર ડામર પીગળતા વાહનચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના જૂતા પણ ડામર સાથે જકડાઈ જતા લોકો ત્યાં જ મૂકીને રવાના થાય છે. છતાં સ્થાનિક તંત્ર બેધ્યાન રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જૂતા રોડ પર મુકવા લોકો મજબૂર :શહેરના હાથીખાના મેઇનરોડથી કુંભારવાડા નાકા સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દસ દિવસ અગાઉ રોડની કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તારમાં ડામરનો રોડ બનાવી વિકાસ તો કરવામાં આવ્યો છે. પણ તે માત્ર 15 દિવસમાં જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરે કરેલી કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યારે બપોરનો સમય થતા જ આ રોડ પર ડામર પોગાડવા લાગે છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો સહિત અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના જૂતા રોડ પર જ ચોંટી જાય છે અને તેવી મુશ્કેલી પડે છે. તો બીજી તરફ કેટલાક લોકો જૂતા ત્યાં જ મૂકી ચાલ્યા જાય છે.
આ પણ વાંચો :સવા બસો કરોડનો બ્રિજ બનાવીને નીચે થીગડા મારી દીધા