આ બેઠકમાં અગમચેતીના ભાગરૂપે શહેરમાં મોટા હોર્ડિંગ ઉતારવા માટે આદેશ આપવામાં આવ્યા હતા..આ ઉપરાંત મહા વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી ડિઝાસ્ટર કંટ્રોલ ઓથોરીટી દ્વારા આપવામાં આવી છે જેને પગલે વડોદરાના વહીવટીતંત્ર દ્વારા અધિકારીઓને હાલ હેડ કવાર્ટર ના છોડવા માટે સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં મહા વાવાઝોડું ત્રાટકવાના પગલે તંત્ર એલર્ટ - મહા વાવાઝોડું
વડોદરાઃ સમગ્ર રાજ્યમાં મહા ચક્રવાતને પગલે તંત્ર દ્વારા અગમ ચેતીના ભાગરૂપે વડોદરા તંત્ર એલર્ટ થયું છે. વડોદરા શહેર તેમજ મધ્ય ગુજરાતમાં મહા ચક્રવાતને લઈને વડોદરા શહેર મેયર દ્વારા અધિકારીઓ સાથે ચક્રવાતને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં મહા વાવાઝોડું ત્રાટકવાના પગલે તંત્ર એલર્ટ
તેમજ જરોદ ખાતેના એનડીઆરએફ મથક સાથે જિલ્લા વહીવટીતંત્ર સંકલન કરી રહી છે.તેમજ એનડીઆરએફની 12 ટીમ એલર્ટ રખાઇ છે. આ ટીમો દ્વારા રાજ્યમાં જ્યાં જરૂર પડે ત્યાં બચાવ કાર્ય અને આગોતરી સલામતીની કામગીરી માટે પહોંચી જશે તેવી વ્યવસ્થા કરાઈ છે.