વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાલવાટિકા શરૂ કરાશે વડોદરા: નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ (Vadodara Nagar Primary Education Committee) સંચાલીત 90 જેટલી બાલવાડીઓમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 2600 જેટલા વિદ્યાર્થીઓ 6 વર્ષની ઉંમર પૂરી કરતા ના હોવાથી આગામી નવા વર્ષે ધોરણ 1માં પ્રવેશ નહિ મેળવી શકે તેવી સ્થિતી સર્જાઇ છે. જો કે આ વિદ્યાર્થીનું વર્ષ ના બગડે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા આગામી વર્ષથી બાલવાટીકા શરૂ કરવામાં આવનાર (Balwatika will be started by VNPEC) છે. જે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારી સાથે ETV BHARAT દ્વારા વાતચીત કરવાં આવી હતી.
પહેલા ધોરણમાં પ્રવેશ માટે વય મર્યાદા:હાલમાં શિક્ષણ સમિતિ સંચાલિત (Vadodara Nagar Primary Education Committee) બાલવાડીમાં 3 થી 4 વર્ષની વયના બાળકો જુનીયર કે.જી અને 4 થી 5 વર્ષની વયના બાળકો સીનીયર કે.જીમાં અભ્યાસ કરી રહ્યા છે. હવે ધોરણ 1માં પ્રવેશ માટેની વયમર્યાદાનો 6 વર્ષનો નિયમ આવ્યો છે. ત્યારે 5 થી 6 વર્ષની વય ધરાવતા બાળકો માટે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાલવાટીકા શરૂ કરવામાં આવનાર (Balwatika will be started by VNPEC) છે. જેના પગલે વિદ્યાર્થીઓને ફરીથી સીનીયર કે.જી રીપીટ કરવું ના પડે.
આ પણ વાંચોશાળા-કોલેજમાં તમાકુ ખાતા પકડાશે તો ઈ ચલણ કપાશે
સરકારના નિયમોનું થશે પાલન: કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી નેશનલ એજયુકેશન પોલીસીનો સ્કૂલોથી લઇ કોલેજ સુધી અમલ (new national education policy implementation) કરાશે. શિક્ષણ સમિતિ પણ તે અંતર્ગત જ બાલવાટીકા શરૂ કરવા જઇ રહી (Balwatika will be started by VNPEC) છે. અત્યારે ચાલતી બાલવાડીનું માળખું બદલીને બાલવાટીકામાં મર્જ કરી દેવાશે. બાલવાડીનું નામ બાલવાટીકા કરી દેવામાં (Balwatika will be started by VNPEC) આવશે. 2023-24માં ધોરણ 1 માં સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે. ગત વર્ષ 4686 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં સમિતિની બાલવાડીના બાળકો હતા. આ વખતે 2600 બાલવાડીના વિદ્યાર્થીઓ ધોરણ 1 માં પ્રવેશ નહિ મેળવી શકે જેથી બાલવટિકા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોધો 10 અને 12ના વિદ્યાર્થીઓ શરૂ કરી દેજો તૈયારી, 14થી 29 માર્ચ સુધી લેવાશે પરીક્ષા
શાસનાધિકારી શુ કહે છે:હાલમાં શહેરમાં 90 જેટલી બાલવાડીમાં 5 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે તેમાંથી 2600 જેટલા વિદ્યાર્થીઓ સીનીયર કેજીમાં છે, જેઓ 6 વર્ષ કરતાં ઓછી વયના છે, તેઓ ધોરણ 1 માં પ્રવેશ નહિ મેળવી શકે. તે બાળકો બાલવાટીકામાં અભ્યાસ કરશે સાથે નવા શૌક્ષણિક સત્રથી બાલ વાટિકામ શિક્ષણ મેળવે તે પ્રકારની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તેવું નગર પ્રાથમિક શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું.