વડોદરા: શહેર કોર્પોરેશનની આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી. મ્યુ. કમિશનર તરફથી રજૂ થયેલા 3833.49 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સુધારો વધારો કરી સ્ટેન્ડીંગ કમિટીએ 3,867 કરોડના બજેટ ઉપર મંજૂરીની મહોર(Draft budget of Vadodara Municipality for the year 2022-23) મારી સભામાં મૂક્યું છે. પાણી બચાવો અભિયાન પાલિકા ચલાવશે,આર.ઓ સિસ્ટમનું પાણી ડ્રેનેજમાં ન વહી જાય માટે જાગૃતતા અભિયાન ચલાવાશે. તેમજ પાલિકાની ભાડા પટ્ટાની દુકાનો માટે ફરીથી પોલિસી બનાવાશે. બોરિંગના પાણીથી જે પાણી વેચે છે તેના માટે પણ પોલિસી બનાવાશે.
બજેટ ઉપર મંજૂરી આપી
કોર્પોરેશનનું બજેટ મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનરે(Vadodara Municipal Corporation ) સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી નવ જેટલી બેઠકોનો દોર કાર્યરત થયો હતો. જેમાં જરૂરી ચર્ચા વિચારણા અને(Vadodara Municipal Corporation Budget 2022) નિર્ણયો લેવાયા હતા. ખાસ કરીને કોર્પોરેશનની આવક વધારવી પ્રાથમિક સુવિધાઓ પરભાર મૂકવો તેમજ વધારાનો ખર્ચ કેવી રીતે બચાવવો તે દિશામાં નિર્ણય લીધા છે. મ્યુ. કમિશનર તરફથી રજૂ થયેલા 3833.49 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સુધારો વધારો કરી સ્ટેન્ડીંગ કમિટીએ 3,867 કરોડના બજેટ ઉપર મંજૂરી આપી છે.