વડોદરા: વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાય દ્વારા શહેરનાં 11 વિસ્તારોને રેડ ઝોનમાંથી મુક્તિ આપીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તેમના દ્વારા જાહેરનામું બહાર પાડીને જાણ કરવામાં આવી છે કે છેલ્લા 20 દિવસથી 11 વિસ્તારોમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન મળતા સરકારની માર્ગદર્શિકા મુજબ ઓરેન્જ ઝોનમાં તબદીલ કરવામાં આવ્યા છે.
વડોદરા મનપાના 11 વિસ્તારોનો રેડઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં સમાવેશ - corona update of gujarat
વડોદરા શહેરના 11 વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાંક સમયથી આ વિસ્તારમાંથી કોરોનાનો પોઝિટિવ દર્દીઓ ન મળતા પાલિકા દ્વારા આ વિસ્તારને રેડઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વડોદરા મનપાના 11 વિસ્તારોનો રેડઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં સમાવેશ
પૂર્વ વિસ્તારના આજવા રોડ પર આવેલ વૃંદાવન પાર્ક, ધાનાની પાર્ક, એકતાનગર, પાણીગેટના ગુલીસ્તા એપાર્ટમેન્ટ, માંડવીની જગમહાલની પોળ, પશ્ચિમ વિસ્તારનાં ગોત્રીની પ્રસિત રેસિડેન્સી, ઉત્તરમાં દયાળ ભાઉનો ખાંચો, સમા પટેલ પાર્ક, ફતેપુરનાં રાણાવાસ, જ્યારે દક્ષિણ વિભાગમાં વાડીનાં શનિ મંદિર, સહિતના વિસ્તારોને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જોકે ઓરેન્જ ઝોન જાહેર કરાયાં બાદ હવે આ 11 વિસ્તારોના રહીશોએ ઓરેન્જ ઝોનના નિયમો પાળવા રહેશે.