ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રેડાઇના સભ્યોની કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ વિવાદનો અંત - વુડાના અધિકારીઓની બેઠક

વડોદરા ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલે અધિકારીઓ સામે આક્ષેપ બાદ હવે કોર્પોરેશન અને વુડામાં ક્રેડાઇના સભ્યોની બેઠક (Meeting of Credai Members and Vuda Officials) મળી હતી. જેમાં માર્ચ મહિના સુધી ક્રેડાઈની તમામ ફાઈલો ક્લિયર કરી દેવાનું આશ્વાસન આપવામાં આવતા હાલ પૂરતો વિવાદનો અંત આવ્યો છે.

ક્રેડાઇના સભ્યોની કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ વિવાદનો અંત
ક્રેડાઇના સભ્યોની કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ વિવાદનો અંત

By

Published : Feb 15, 2022, 11:08 AM IST

વડોદરા : વડોદરા ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલે વડોદરાનો વિકાસ અધિકારીઓ સામે આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેને લઇને વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે કોર્પોરેશનના મેયર અને અધિકારીઓ સાથે ક્રેડાઇના સભ્યોની બેઠક (Meeting of Members of Credai in Vadodara) મળી હતી. જેમાં આગામી 15 માર્ચ સુધી ક્રેડાઈની તમામ ફાઈલો ક્લિયર કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જે બાદ વુડાના અધિકારીઓ અને ક્રેડાઇના સભ્યો વચ્ચે મેરેથોન બેઠક યોજાઇ હતી. જેમાં પણ સુખદ નિરાકરણ આવતા હાલ પૂરતો વિવાદ સમાય છે.

વુડા 30 દિવસમાં આપશે રજા ચિઠ્ઠી

ક્રેડાઇના સભ્યોની કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ વિવાદનો અંત

ક્રેડાઇના સભ્યો અને વુડા અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં (Meeting of Credai Members and Vuda Officials) રજા ચિઠ્ઠી વહેલી તકે આપવા રજૂઆત કરાઈ હતી. ત્યારે વુડાના અધિકારીએ જણાવ્યું હતું કે, જોગવાઈ પ્રમાણે રજા ચિઠ્ઠી મહત્તમ 90 દિવસમાં મળતી હોય છે. ત્યારે વુડા દ્વારા હવે 30 દિવસમાં રજા ચિઠ્ઠી આપવામાં પ્રયત્ન કરાશે. તો ક્રેડાઇના સભ્યોએ પ્લોટ વેલીડેશન માટે જંત્રી નહી લેવા રજૂઆત કરાઈ હતી. ત્યારે વુડા જંત્રી નહિ ડિપોઝિટ લેતા હોવાનું જણાવ્યું હતું. તો વિકાસ પરવાનગી મુદ્દે આવતી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાનું ક્રેડાઇના સભ્યોને (Meeting of Vuda Officials) આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ અંગે ક્રેડાઇના સભ્યોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રશ્નોનું નિરાકરણ આવતા લોકોને સસ્તા ભાવે મકાનો મળી રહેશે : મયંક પટેલ

ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલે (Credai President Mayank Patel) જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં મેયર કેયુર રોકડીયા અને અધિકારીઓ સાથે બેઠકમાં મેયરે માર્ચ મહિનાની 15 મી સુધી ક્રેડાઈની ફાઈલ ક્લિયર કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તો વુડામાં જે પ્રશ્નો હતા તે અંગે ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી સાથે બેઠકમાં સુખદ નિરાકરણ આવ્યું છે. વુડાએ પણ માર્ચ મહિના સુધીમાં તમામ ફાઈલો ક્લિયર થવાનું આશ્વાસન આપવામાં આવતા હવે વડોદરાનો વિકાસ થશે. અને લોકોને સસ્તા મકાનો મળી રહેશે.

આ પણ વાંચો : વડોદરા: ગેંડા સર્કલના બ્રિજ માટે નાણાં ફાળવવાનો સરકારનો ઇનકાર, વિપક્ષે આપી આંદોલનની ચીમકી

મતદાનનો અધિકાર મળ્યો ત્યારથી ભાજપનો કાર્યકર છું : મયંક પટેલ

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલ કોંગ્રેસના હોવાથી ખોટા આક્ષેપ કરતા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની બહેનના લગ્નમાં તમામ જવાબદારી પણ મયંક પટેલે ઉઠાવી હોવાનું જણાવ્યું હતું. તેને પર મયંક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું મતદાનનો અધિકાર મળ્યો ત્યારથી ભાજપમાં જ છું. અને ભાજપમાં જ રહેવાનું છે. મારે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની બહેનના લગ્નમાં જવા અંગે જણાવ્યું હતું કે, તેઓને તેમના વેવાઈ પક્ષ તરફથી સબંધ હોવાથી કંકોત્રી આવી હતી. જેથી 5 મિનિટ માટે ગયા હતા. તેને કોઈ જવાબદારી ઉઠાવી ન હતી.

આ પણ વાંચો : વડોદરા લોકો શેડ એન્જીનમાં લગાવી રહ્યા છે કેમેરા, પ્રાથમિક તબક્કે 18 એન્જીનમાં લગાવ્યા કેમેરા

ABOUT THE AUTHOR

...view details