ગુજરાત

gujarat

ETV Bharat / state

Junior Clerk Paper Leak : પેપર લીકના આરોપીઓને કડક સજા થાય : ધારાસભ્ય યોગેશ પટેલ - પેપર લીક કાંડના આરોપીઓ

રાજ્યમાં જૂનિયર ક્લર્કની પરીક્ષાના પેપર લીક કાંડ મામલે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે નિવેદન (Vadodara Manjalpur MLA Yogesh Patel) આપ્યું હતું. સાથે જ તેમણે સરકાર આ બાબતે સમાજમાં (paper leak scandal accused) દાખલો બેસે તેવું કંઈક કરશે તેવો વિશ્વાસ અપાવ્યો (Junior Clerk Paper Leak accused sentence) હતો.

Junior Clerk Paper Leak પેપર લીકના આરોપીઓને કડક સજા થાયઃ યોગેશ પટેલઓને કડક સજા થાયઃ યોગેશ પટેલ
Junior Clerk Paper Leak પેપર લીકના આરોપીઓને કડક સજા થાયઃ યોગેશ પટેલ

By

Published : Jan 31, 2023, 8:45 PM IST

પેપર લીક મામલે ધારાસભ્યનું નિવેદન

વડોદરાઃરાજ્યમાં રવિવારે જૂનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં મામલો ટોક ઑફ ધી ટાઉન બન્યો હતો. ત્યારે હવે વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે પેપર લીક કૌભાંડમાં પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી. સાથે જ આરોપીઓની મિલકત સિઝ કરવા સહિત સરકાર આ બાબતે સમાજમાં દાખલો બેસે તેવું કંઈક કરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોJunior Clerk Exam Paper Leak : પૂર્વ ધારાસભ્યએ ભગવાન શ્રીરામને કરી ફરિયાદ, કહ્યું બેરોજગાર યુવાનોની રક્ષા કરો

પરીક્ષાર્થીઓના સપના રોળાયાઃઆ પરીક્ષા મામલે લાખો પરિક્ષાર્થીઓના સપના રોડાયાં છે. ત્યારે કહી શકાય કે, ઝડપાયેલા આરોપીઓને કડક સજા થાય તે માટે વિવિધ સંગઠન, વિદ્યાર્થી નેતાઓ, વિપક્ષ સહિત પરીક્ષાર્થીઓ માગ કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ પણ સરકાર ચોક્કસથી આ પ્રકારની કામગીરી કરનારા શખ્સો સામે પગલા લેવાશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

આરોપીઓની ધરપકડઃઅત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તેનું પેપર ફૂટી ગયું હતું. જેથી લાખો ઉમેદવારોના સપના ધૂળધાણી થયા હતા. પેપર લીક થતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે અંકેક જગ્યાએ વિરોધ પણ જોવા મળ્યો હતો.

તમામ આરોપીને કડક સજા થવી જોઈએ:કોર્ટે તમામ આરોપીઓને રિમાન્ડ આપ્યા હતા. આ સમગ્ર કૌભાંડ મામલે વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, પેપર ફૂટવાના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. તદ્ઉપરાંત હવે સરકાર આ બાબતે સમાજમાં દાખલો બેસે એવો કડક નિર્ણય ચોક્કસ લેશે એમ જણાવ્યું હતું. તમામ આરોપીઓને એવો પાઠ ભણાવવો જોઈએ કે, ફરી કોઈ વાર અન્ય કોઈ પણ વ્યક્તિ આવી હિંમત કરવાનું સપનામાં પણ વિચારે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, લાખો વિદ્યાર્થીઓના સપના રોળાયા છે. ત્યારે તમામ આરોપીઓની મિલકત પણ સીઝ કરવી જોઈએ.

આ પણ વાંચોJunior Clerk Paper Leak : પેપર લીક કાંડના આરોપીઓને સાથે રાખી પોલીસ સર્ચ ઓપરેશનમાં ઊંડે ઊતરી

મુખ્ય સૂત્રધારને કોર્ટમાં રજૂ કરાયોઃસમગ્ર મામલે વડોદરા કોર્ટમાં 15 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે એટીએસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે, વડોદરા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે મુખ્ય સૂત્રધાર સરધાકર લુહાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને આ મુખ્ય સૂત્રધારને વધુમાં વધુ દિવસ રિમાન્ડ મંજૂર થાય તેવી સરકારી વકીલ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details