વડોદરાઃ શહેર એમ. એસ. યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ લો તેમજ ફેકલ્ટી ઓફ સોશ્યલ વર્કના સંયુક્ત ઉપક્રમે laws related to womanના શીર્ષક હેઠળ એક દિવસીય લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એક દિવસીય અવેરનેસ પ્રોગ્રામનું થયું આયોજન - Planning an Awareness Program in Vadodara
વડોદરાની વિશ્વ વિખ્યાત એમ. એસ. યુનિવર્સટી ખાતે એક દિવસીય લીગલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં મહિલા આયોગની અધ્યક્ષ લીલાબેન અંકોળિયા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ પોતાની રક્ષા માટે કઈ રીતે કાયદાઓ દેશમાં અમલમાં છે અને કઈ રીતે કોઈ પણ સ્ત્રી પર થતા અત્યાચાર સામે કાયદેસર લડી શકાય તેમજ મહિલાઓ અને યુવતીઓમાં કાયદા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લો ફેકલ્ટી અને સોશ્યલ વર્ક ફેકલ્ટી સહિતની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ લીલાબેન અંકોલીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અને વિદ્યાર્થીનીઓ સાથે ચર્ચા કરી મહિલાઓ માટેના કાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સંજોગોમાં આવા કાર્યક્રમોની યુનિવર્સિટીઓમાં ખૂબ જરૂરી છે.