સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પ્રતિમા વડોદરાઃગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. ત્યારે આ તમામ મંદિરનું આગવી જ વિશેષતાઓ છે. તેવામાં આજે આપણે વાત કરીએ વડોદરામાં આવેલા 260 વર્ષ જૂના પૌરાણિક શનિ મંદિરની. આ ગુજરાતનું એક માત્ર શનિ મંદિર છે, જ્યાં ભગવાન શનિદેવ પાડા પર સવાર છે. આ મંદિર શહેરના વાડી વિસ્તારમાં આવેલું છે.
આ પણ વાંચોSaraswati temple: વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા, રાજ્યનું એક માત્ર સરસ્વતીનું સ્થાનક ખંઢેર
ગાયકવાડ શાસનમાં બનાવવામાં આવ્યું હતું મંદિરઃ શહેરના વાડી વિસ્તારમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું ગાયકવાડી શાસન દરમિયાન બનેલું શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે. શનિદેવ મહારાજનું આ મંદિર લગભગ 260 વર્ષ જૂનું છે. અહી શનિદેવની મૂર્તિ સુંદર કાળા આરસમાંથી કલાત્મક રીતે કંડારવામાં આવી છે. પ્રતિમાના પ્રથમ દર્શન કરતાં એવો ભાસ થશે કે, ભગવાન કોઈને ગળવા જતા હોય. પરંતુ આ પ્રતિમાની રચના ખૂબ જ આધ્યાત્મિક રીતે કરવામાં આવી છે, જેની પાછળ એક આદ્યાત્મિક વિજ્ઞાન છૂપાયેલું છે.
આખી દૈત્યજાતિનો વિનાશ થયો:પૌરાણિક કથાઓ પ્રમાણે, દૈત્યરાજ રાવણે જ્યારે પોતાની રાજસભામાં જે સિંહાસન પર બિરાજમાન થતા હતા. તે સિંહાસન નીચે રાવણ 9 ગ્રહોને પોતાના પગ નીચે દબાવીને રાખતા હતા. એક વખત રાજા રાવણ રાજસભામાં આવે છે, ત્યારે શનિ મહારાજ દૈત્યરાજને વિનંતી કરે છે કે, હે રાજન મને સહેજ તમારી તરફ દ્રષ્ટિ કરવા દેશો? રાજાને થયું કે, ગ્રહ નીચે દબાયેલો છે તો સહેજ દ્રષ્ટિ કરવા દેવામાં શું વાંધો છે. રાજા રાવને અહંકારમાં શનિ મહારાજને દ્રષ્ટિ તેમના તરફ કરવા દીધી. જેવી શનિની વક્ર દૈત્યરાજ રાવણ પર પડી કે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને સીતામાતાનું હરણ કર્યું અને આખી દૈત્યજાતિનો વિનાશ થયો હતો. આવું દિવ્ય દેવાલય શહેરના વાડી વિસ્તારમાં આવેલું છે.
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પ્રતિમાઃશહેરના વાડી વિસ્તારમાં આવેલા આ શનિ મહારાજનું મંદિર ખૂબ શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલું છે. આ મંદિરમાં સુંદર કાળા આરસમાંથી કલાત્મક રીતે કંડારેલા શનિદેવ મહારાજ બિરાજમાન છે. શ્રી શનિદેવ મહારાજે પોતાના કરકમળોમાં સ્વ. પિતા સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે. તેથી તેમનું સ્વરૂપ કલ્યાણમય અને શુભકારી બન્યું છે. તથા તેમની દ્રષ્ટિ સીધી ભક્તજનો પર સીધી કે ત્રાસી પડતી નથી. તેથી તેમનું સન્મુખ દર્શન શુભકારી બને છે. શ્રી શનિદેવ પોતાની અતિપ્રિય સવારી મહીષ એટલે કે, પાડા પર સવાર છે. સમગ્ર ગુજરાતમાં આવી સૌમ્ય રૂપધારી આ એકમાત્ર પ્રતિમા છે.
કળયુગમાં શનિદેવની દંડક તરીકે નિમણૂકઃપૂરાણો અનુસાર, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશે શ્રી શનિદેવ મહારાજને કળિયુગમાં દંડક તરીકે નિમણુૂક કરી છે. માનવ જયારે કળિયુગમાં પાપ, દૂરાચાર, અનિષ્ટ અને અવ્યવહરિક બને છે. ત્યારે શનિ મહારાજ તેનો ન્યાય તેની પનોતી કાળમાં કરે છે. આ કળિયુગમાં શનિદેવ મહારાજ હાજરાહજૂર છે. જેથી લોકો પનોતી કાળ દરમિયાન જ નહીં પણ હંમેશા આરાધ્યદેવ તરીકે જ પૂજન કરવું જોઈએ.
ધાર્મિક ગ્રંથ અનુસાર શનિદેવના વાહનો:શનિ ચાલીસામાં શનિદેવના વાહનો વિશે પણ જણાવવામાં આવ્યું છે. ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે, શનિદેવ 8 વાહનો પર સવાર થઈને આવે છે. દરેક વાહન કે સવારીનું વિશેષ મહત્વ હોય છે અને તે મુજબ ફળ નક્કી કરવામાં આવે છે. શનિદેવ જે વાહનથી કોઈ પણ રાશિમાં ભ્રમણ કરે છે. તે રાશિના લોકોને તે પ્રમાણે શુભ અને અશુભ ફળ મળે છે. શિવ ચાલીસામાં શનિદેવના વાહનો વિશે એક મંત્ર લખવામાં આવ્યો છે ‘વાહન પ્રભુ કે સાત સૂજાના જગ, દિગ્ગજ, ગર્દભ, મૃગખાના, જંબૂક, સિંહ આદી નખધારી’. તેનો અર્થ થાય છે કે, શનિદેવના 7 વાહનો છે જેમાં હાથી, ગધેડું, હરણ, શ્વાન, શિયાળ, સિંહ અને ગીધ.
મંદિર આસ્થાનું કેન્દ્રઃ આ ઉપરાંત કાગડાને પણ તેમનું વાહન માનવામાં આવે છે, પરંતુ ગુજરાતનું આ એક માત્ર શનિદેવ મહારાજનું મંદિર છે કે, જે વાડી વિસ્તારમાં આવેલું છે. ને એમાં ભગવાન શનિદેવ મહારાજ મહીષ એટલે કે પાડા પર સવાર છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક અને આસ્થા, શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.