ભારતીય સીમા પર આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થતી રહે છે. જેમાં ભારતીય જવાનો સામી છાતીએ લડીને દેશની રક્ષા કરે છે. તેમજ પોતાના જીવની આહુતિ દેશની રક્ષા કાજે આપી શહીદી વહોરી લે છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતનો એક યુવાન શહીદ થયો હતો. ત્યારે સોમવારના રોજ વધુ એક ગુજરાતનો યુવાન જમ્મુ કાશ્મીરમાં થયેલી આતંકી અથડામણમાં શહીદ થયો છે.
‘જય હિન્દ’, જમ્મુમાં આતંકી અથડામણમાં રાજ્યનો જવાન શહીદ - terror clash
વડોદરા: જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનો એક જવાન શહીજ થયો છે. શહેરનો જવાન આરીફ પઠાણ મોહમદ સફી જમ્મુ કાશ્મીરમાં દેશની રક્ષા માટે સૈન્યમાં જોડાયો હતો. ત્યારે આરીફ જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાની ચેક પોસ્ટ ખાતે દેશની સેવા કરતા શહીદી વહોરી હતી.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા સિઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેનો વળતો જવાબ પણ આપણા દેશના જવાનો આપી રહ્યા છે. તારીખ 22ના રોજ વહેલી સવારે વડોદરાનો જવાન ફરજ પર હતો તે અરસામાં બોર્ડર પર ફાયરિંગ શરૂ થયું હતું. જેમા એક ગોળી શહીદ જવાનને વાગી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરોએ આરીફ શાહિદ થયો હોવાનું જણાવ્યું હતું.
આ સમાચાર સાંભળતા જ શહીદના પરિવારજનો પર માતમ છવાઈ ગયો છે. તો બીજી તરફ દેશની સરહદની રક્ષામાં પોતાનો પુત્ર શહીદ થયો તેનો ગર્વ પણ છે. જો કે, હાલ તો આ અંગે કોઈ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી મુજબ, આવતી કાલ મોડી સાંજ સુધીમાં શાહિદ આરીફનો પાર્થિક દેહ વડોદરા લાવવામાં આવશે.