મળતી માહિતી મુજબ શહેરના વડસર બ્રીજ પાસે કેનેરા બેંક છે, તેની નજીક જ બેંકનું એ.ટી.એમ. સેન્ટર છે. રાત્રીના સમયે અંધારાનો લાભ લઈ ત્રાટકેલા બુકાનીધારી તસ્કરોએ સીસીટીવી કેમેરા પર કાળા રંગનો સ્પ્રે કરીને કેશબોક્ષ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સફળ થયા ન હતા. જોકે આ સમગ્ર બનાવની જાણ બેંક મેનેજરને થતાં તેમને આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
CCTV કેમેરા પર સ્પ્રે મારી ATMને તોડવાનો નિષ્ફળ પ્રયાસ - Thief
વડોદરાઃ શહેરના વડસર બ્રીજ પાસે આવેલા કેનેરા બેંકના એ.ટી.એમ. સેન્ટર તોડવાનો પ્રયાસ થયો હતો. જો કે આરોપીઓ રોકડ રકમ લઈ જવામાં નિષ્ફળ નિવડયા હતા. પોલીસને બાબતની જાણ થતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા CCTV કેમેરા પર કાળા રંગનો સ્પ્રે મારી એટીએમને તોડવાનો નિષ્ફળ પ્રયાસ..
તસ્કરો એ.ટી.એમ. સેન્ટરમાંથી રોકડ કેશ લઈ જવામાં સફળ રહ્યા ન હતા. પરંતુ તેઓએ એ.ટી.એમ. સેન્ટરને ટાર્ગેટ કરી નુકશાન પહોંચાડયું હતુ. જો કે હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.