ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Illegal Constructions : અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો અને દબાણોનો કરાયો સફાયો

ડભોઈ નગરપાલિકાની ત્રણ દિવસની કામગીરીમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો અને દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. આ દબાણ સફાઈ અભિયાનમાં લોકોનો પણ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. (Illegal pressures in Dabhoi)

Vadodara Illegal Constructions : અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો અને દબાણોનો સફાયો
Vadodara Illegal Constructions : અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો અને દબાણોનો સફાયો

By

Published : Jan 28, 2023, 4:05 PM IST

ડભોઈ નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો હટાવયા

વડોદરા : ડભોઇ નગરપાલિકા તંત્ર દ્વારા 3 દિવસની દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જેમાં અસંખ્ય ગેરકાયદેસરના બાંધકામો અને દબાણોનો હટાવી દેવાયા હતાં. આ દબાણ સફાઈમાં રૂપિયા 80,000 ઉપરાંતનાં દંડની વસૂલાત કરવામાં પણ આવી છે. તેમજ ડભોઈ નગરના લોકોનો સારો એવો પ્રતિસાદ પણ જોવા મળ્યો હતો.

દબાણો હટતા ટ્રાફિકની સમસ્યા હળવી થઈ :ડભોઈ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે કામગીરીનો શનિવારે છેલ્લો દિવસ હતો. આ ત્રણ દિવસની મુહિમમાં પ્રજાનો સારો એવો સહકાર જોવા મળ્યો હતો. કારણ કે, મુખ્ય માર્ગ ઉપરના દબાણો દૂર થતાં ટ્રાફિકની સમસ્યાઓ હળવી થઈ જવા પામી હતી.

આ પણ વાંચો :Illegal Construction demolition : મહિલાઓ રોતી જ રહી ગઈ ને કૉર્પોરેશને ગેરકાયદેસર દબાણ પર ફેરવી નાખ્યું બુલડોઝર

શું નગર હવે આવનારા સમયમાં દબાણો મુક્ત રહેશે :હાલમાં નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ ડભોઇ નગરપાલિકાએ ભૂતકાળમાં પણ આવા જ ગેરકાયદેસરના બાંધકામો અને દબાણ કર્તા લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય પછી યથાવત પરિસ્થિતિ થઈ જવા પામી હતી.તંત્રની આ કામગીરીથી નગરજનોને એટલી પ્રતીતિ થવા પામી હતી કે, જો શાસકો અને તંત્રના જવાબદાર અધિકારીઓ નિષ્ઠાપૂર્વક અને મક્કમતાથી કામગીરી કરે તો નગરજનોને સુશાસનની અનુભૂતિ જોવા મળે. આ વખતે પાલિકાએ કરેલી કામગીરીમાં કહેવાતા મોટાં માથાઓને પણ છોડ્યા નથી. પરતું હવે આવનાર સમયમાં દબાણ મુક્ત આ ખુલ્લા માર્ગ કેટલા સમય સુધી યથાવત રહે છે, તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચો :Bhavnagar Commissioner Action : મોર્નિંગ વોકમાં નીકળેલા કમિશનરે જગાવી ચર્ચા, દસકા બાદ સાંઢિયાવાડમાં મેગા ડીમોલિશન

તંત્રની કામગીરીથી નાનાં નાગરિકોનેવેઠવાનો વારો :તંત્રની આ કામગીરી દરમિયાન રોજે રોજ કમાઈને જીવન ગુજરાન કરતાં નાના નાગરિકોને ઘણું બધું વેઠવાનો વારો આવ્યો છે. છતાં પણ આ મહેનત નાગરિકોએ તંત્રને પૂરતો સહકાર આપ્યો હતો અને કેટલીક જગ્યાએ તો તંત્ર દ્વારા દબાણો હટાવાય તે પહેલાં જ આ નાગરિકોએ પોતાની રીતે જ દબાણો હટાવી લીધાં હોવાનું પણ જોવા મળ્યું હતું. પરંતુ હવે એ જોવાનું રહે છે કે, આવા નાના મહેનતું લોકોને દબાણો હટાવાના બહાને અન્યાય થાય નહીં તેનું પણ શાસકોએ અને તંત્રના જવાબદાર અધિકારીઓએ કેટલું ધ્યાન રાખે છે. હજુ પણ ગેરકાયદેસરના દબાણો અને બાંધકામો યથાવત રહેવા પામ્યા છે, જે ક્યારે દૂર થશે એની પણ ડભોઇના નગરજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details