વડોદરાઃઅન્ય યુવતીઓની જેમ વડોદરા શહેરની 24 વર્ષીય ક્ષમા બિંદુ પોતાની જાત સાથે લગ્ન (Marry yourself)કરી રહી છે. આ યુવતી દેશ અને ગુજરાતની પ્રથમ યુવતી હશે જે આટલી નાની ઉમરે પોતાની જાત સાથે લગ્ન કરી રહી છે. આ યુવતી મૂળ બિહારની વાતની છે અને વડોદરામાં છેલ્લા 4 વર્ષથી રહે છે. આ એક અવિશ્વસનીય બાબત છે પરંતુ આ હકીકત છે.
પોતાની જાત સાથેના સેલ્ફ મેરેજ -વડોદરાની 24 વર્ષીય આ યુવતી પિતાના ડી ડે માટે તૈયારી કરી રહી છે. સામાન્ય સ્ત્રી લગ્ન વિધિ પ્રમાણેજ ક્ષમા બિંદુ પણ ધાર્મિક વિધિ અનુસાર પરંપરાગત ફેરા સાથે(Young woman will marry him in Vadodara)સિંદૂર તમામ ધાર્મિક વિધિવત રીતે પોતાની જાત સાથે લગ્ન કરશે. સામાન્ય લગ્ન પ્રસંગે મંડપ, ઢોલ, જાન હોય છે પણ અહીં કઈ પણ નહીં હોય. ગુજરાતમાં સૌપ્રથમ (first case from Gujarat)આ પોતાની જાત સાથેના સેલ્ફ મેરેજ હશે.
આ પણ વાંચોઃરબ ને બના દી જોડી: આ દંપતીને જોતા જ લોકો સેલ્ફી લેવા મુકે છે દોડ
દુલ્હન બનવુ છે, પણ લગ્ન કરવા માંગતી નથી -ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવા માંગતી નોહતી પણ હું કન્યા બનવા માંગતી હતી. જેથી પોતાની જાત સાથે મેં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ પ્રકારે દેશમાં અન્ય કોઈ મહિલાએ પોતાની જાત સાથે લગ્ન કર્યા છે કે કેમ તે તપાસવા ઓનલાઇન ઘણું શોધ્યું પણ કંઈજ મળ્યું નહીં. હું પોતે દેશમાં એક માત્ર સ્ત્રી હોઈશ જે સ્વ પ્રેમનું ઉદાહરણ સ્થાપિત કરનાર પ્રથમ હોઈશ. તમને જણાવ્યું કે અન્ય લોકો જે વ્યક્તિને પ્રેમ કરે છે તેણીજ સાથે લગ્ન કરે છે હું મારી જાતને પ્રેમ કરું છું એટલે હું લગ્ન કરું છું. કેટલાક લોકો સ્વ લગ્નને અપ્રમાણિકતા માની શકે છે પરંતુ હું જે સ્થાપિત કરવા માંગુ છું તે એક અલગ વિચાર છે. આ પ્રકારના નિર્ણયથી મારા માતા પિતા પણ મને આશીર્વાદ આપ્યા છે.
આ પણ વાંચોઃઅમેરીકાથી આવેલા યુગલે ગંગોત્રીમાં ચાર ફેરા લીધા, કન્યાનું સપનું થયું સાકાર જૂઓ વીડિયો
લગ્ન માટે પ્રતિજ્ઞા -શહેરમાં રહેતી આ યુવતી આવનાર 11 જૂનના રોજ ગોત્રી ખાતે આવેલ મંદિરમાં પોતાની જાત સાથે લગ્ન કરશે. ક્ષમા બિંદુ પોતાની જાત સાથે લગ્ન કરી રહી છે ત્યારે વડોદરા શહેરના ગોત્રી ખાતે આવેલ મહાદેવ મંદિરમાં પાંચ પ્રતિજ્ઞા લખી છે. પોતાના અંગત મિત્રોને આ માટે ઓનલાઇન આમંત્રણ આપવામા આવ્યું છે સાથે લગ્નની પણ ધામ ધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. સાથે લગ્ન બાદ તેઓ પોતે હનીમૂન માટે ગોવા જશે તેવું પણ જણાવ્યું હતું.
ક્ષમા પોતે એક ખાનગી કંપનીમાં નોકરી કરે -વડોદરા શહેરમાં રહેતી 24 વર્ષીય યુવતી પોતાની જાત સાથે લગ્ન કરશે. હાલમાં તેવો વડોદરા શહેરની ખાનગી કંપનીમાં સિનિયર રિકૃટરની પોસ્ટ પર નોકરી કરે છે. તેમને અભ્યાસમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બી એ સુધી અભ્યાસ કર્યો છે. હાલમાં 1 વર્ષ માટે જર્નાલિઝમ કર્યું છે પરંતુ નોકરીના કારણે અભ્યાસ છોડવો પડ્યો હતો તેવું જણાવ્યું હતું.