વડોદરાશહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે વન વિભાગ (Vadodara Forest Department) અને પ્રાણી ક્રુરતા નિવારણ ક્ષેત્રે (Animal Cruelty Prevention Sector) કામ કરતી સંસ્થાએ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન એક કટલેરીની દુકાનમાં ગેરકાયદે વેચાતી હાંથી દાંતની (elephant teeth smuggling) ચીજવસ્તુઓ અને ગેંડાના 2 શિંગડા (rhino horn smuggling) સાથે દુકાન સંચાલક 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બાતમીના આધારે દરોડાવન્ય જીવોના સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા જીએસપીસીએ અને મુંબઇની એક સંસ્થાને બાતમી મળી હતી કે, વડોદરામાં રાવપુરા વિસ્તારમાં આવેલા જે. ડી. કલેક્શન નામના કટલેરી સ્ટોરમાં ઇમિટેશન જ્વેલરીની આડમાં હાંથીદાંતની ચીજ વસ્તુઓ અને વન્ય પ્રાણીઓના અંગોનું વેચાણ થઇ રહ્યું છે એટલે સંસ્થા દ્વારા વનખાતાને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દુકાન સંચાલકો કિરણ પ્રકાશભાઈ શાહ અને જિગ્નેશ મુકેશભાઈ સોની દુકાનમાં હાથીદાંતની ચીજ વસ્તુઓ વેચતા પકડાયા હતા. ઉપરાંત કિરણ પ્રકાશભાઇ શાહના ઘરેથી ગેંડાના બે શિંગડા (rhino horn smuggling) પણ મળી આવ્યા હતા.
પ્રથમ વાર ગેંડાના શિંગડા પકડાયાજીએસપીસીએના રાજ ભાવસારે જણાવ્યું હતું કે, 'આ ઘટના એટલા માટે ચોંકાવનારી (rhino horn smuggling) છે કે, ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ ગુજરાતમાં પ્રથમ વખત નોંધાયો છે. આમાં આખી ગેંગ (Vadodara Crime News) સક્રીય હોય છે. એટલે આ નેટવર્ક વડોદરા સહિત આખા પશ્ચિમ ભારતમાં ફેલાયેલુ હોવાની પુરી શંકા છે.