ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા શહેરમાં પુરની સ્થિતી બાદ વકર્યો રોગચાળો, આરોગ્ય ખાતા દ્વારા દવાનું વિતરણ - etv bharat

વડોદરાઃ શહેરમાં મેઘરાજાએ મેધ તાંડવ મચાવ્યા બાદ શહેરમાંથી હવે ધીમે ધીમે વરસાદના પાણી ઉતરી રહ્યા છે. લોકોનું જીવન હવે સામાન્ય બનતુ જઈ રહ્યુ છે, પરંતુ ભારે વરસાદને પગલે હવે પાણી શહેરના નિચાણવાળા વિસ્તારોમાંથી ઉતરતા શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા અને રોગચાળો વર્કયો છે. શહેરમાં પૂરના પાણી ઓછા થતાં ગાંદકીના સામ્રાજય વચ્ચે હવે રોગચાળાએ માથુ ઊંચકયુ છે. વડોદરા કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યનો સર્વે શરુ કર્યો છે. જેમાં 3 દિવસમાં 7.98 લાખ લોકોનો સર્વે કર્યો હતો. જેમાં 26,354 લોકો બીમાર હોવાનું સામે આવ્યું હતું.

વડોદરામાં વરસાદ બાદ વકરતો રોગચાળો

By

Published : Aug 6, 2019, 1:46 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરમાં 7,98,437 લાખ લોકોના સર્વેમાં ઝાડાના 2627, ઝાડા ઊલટીના 327, મરડાના 59, શરદી - ખાંસીના 12,498 અને તાવના 5009 મળી કુલ 20,520 બીમાર લોકો મળ્યા હતા. જયારે 3 દિવસોમાં 420 મેડિકલ કેમ્પ કર્યા હતા અને 62,849 લોકોને આ કેમ્પમાં સારવાર અપાઈ હતી.

વડોદરા શહેરમાં પુરની સ્થિતી બાદ વકર્યો રોગચાળો, આરોગ્ય ખાતા દ્વારા દવાનું વિતરણ

પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. કોર્પોરેશને મેડિકલ કેમ્પોમાં 17,210 ORSના પેકેટ વિતરિણ કર્યા હતા.જોકે, શહારમાં ભારે વરસાદ અને પૂર બાદ ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ, કોલેરા, મરડો અને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પણ કેસો વધુ જોવા મળશે તે વાત પણ નકારી શકાય નહિ.

વડોદરા શહેરમાં પુરની સ્થિતી બાદ વકર્યો રોગચાળો, આરોગ્ય ખાતા દ્વારા દવાનું વિતરણ

જોકે, વડોદરા આરોગ્ય વિભાગ સતત શહેરમાં લોકોને કેમ્પ યોજી ડોર ટુ ડોર ફરીને દવાનું વિતરણ અને દવાના છંટકાવનું કામ કરી રહી છે.

વડોદરા શહેરમાં પુરની સ્થિતી બાદ વકર્યો રોગચાળો, આરોગ્ય ખાતા દ્વારા દવાનું વિતરણ

જોકે શહેરના વિવિધ ઝોનમાં અત્યાર સુધી દક્ષિણ ઝોનમાં 8 હજાર, ઉત્તર ઝોનમાં 8 હજાર, પુર્વ ઝોન 4 હજાર અને પશ્ચિમ ઝોનમાં 7 હજાર જેટલા લોકોને મેડીકલ કેમ્પ તપાસ અને દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. જે આગામી દિવસોમાં પણ આજ રીતે શહેરના વિવિધ ઝોન મુજબ કામગીરી કરવામાં આવશે, જેથી શહેરમાં રોગચાળો માથુ ના ઉચકે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details