ગુજરાત

gujarat

By

Published : May 21, 2019, 11:07 AM IST

ETV Bharat / state

વડોદરા જિલ્લાના ચૂંટણી અધિકારીએ મતગણતરી કેન્દ્રની મુલાકાત કરીને સુરક્ષાની કરી ચકાસણી

વડોદરા: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે શહેરની એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનીક કોલેજ ખાતે વડોદરા સંસદીય બેઠકના કાઉન્ટીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. ભારતના ચૂંટણીપંચ દ્વારા નિર્ધારીત કરેલા માપદંડો પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ પણ તેમણે કર્યું હતું, તો આ સાથે જ જરૂરી સૂચનાઓ આપી હતી. મતદાન મથક ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે મતગણતરી દિવસના બહુસ્તરીય બંદોબસ્તને લઇ વિચાર વિમર્શ કરી જરૂરી સુચનાઓ આપી હતી.

વડોદરા જિhttp://10.10.50.85:6060/finalout4/gujarat-nle/thumbnail/21-May-2019/3339297_thumbnail_3x2_aaa.jpgલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રકારના ટપાલ મતો-પોસ્ટલ બેલેટસની ક્ષતિરહિત ગણતરી માટે ETPBSની નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. તેની લાઇવ પ્રેક્ટીકલ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર મતગણતરી કેન્દ્રના સર્વેલન્સ માટેના CCTV કેમેરા કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈને વ્યવ્સ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

મતગણતરી કેન્દ્ર ખાતે પેરામિલેટ્રી ફોર્સ અને શહેર પોલીસ દળ સહિતના ગણવેશધારી દળો દ્વારા કડક બહુસ્તરીય સુરક્ષા પ્રબંધો કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સલામતીની તમામ તકેદારીઓ શહેર પોલીસના સહયોગથી લેવામાં આવી રહી છે. પારદર્શક અને ક્ષતિરહિત મતગણતરી માટે ભારતના ચૂંટણીપંચે મહત્વની સૂચનાઓ આપી હતી.સુવિધા એપ દ્વારા કાઉન્ટીંગ સેન્ટરના મીડિયા રૂમમાં પ્રત્યેક રાઉન્ડની માહિતી ડિસ્પ્લે થાય અને જાહેર પ્રસારણ દ્વારા લોકોને માહિતી આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. દરેક વિધાનસભા બેઠક દીઠ 5 VVPATની ગણતરી કરવામાં આવશે.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

ABOUT THE AUTHOR

...view details