વડોદરાઃ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલને લોકસભા ચૂંટણીઓમાં મતદાર શિક્ષણ અને જાગૃતિની નમૂનેદાર કામગીરી માટે ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સન્માનિત કર્યાં હતાં.
વડોદરામાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલનું થયું સન્માન - એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ
વડોદરામાં શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલનું એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લા કલેક્ટર
આ બહુમાનથી વડોદરા જિલ્લાનું ગૌરવ વધારવા બદલ બીલ ગામ એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મુખ્ય સંચાલક અને વડોદરા વકીલ મંડળના અધ્યક્ષ એડવોકેટ હસમુખ ભટ્ટ તથા પદાધિકારીઓએ કલેક્ટર શાલિની અગ્રવાલનું અભિવાદન કરી સન્માન પત્ર પણ અર્પણ કર્યું હતું. આ ઉપરાંત શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર તરીકે સન્માનિત થનાર પ્રતીક્ષા રાઠોડનું પણ બહુમાન કરાયું હતું.