ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરી પત્ની ગણાવી દીધી, ચાર વર્ષ બાદ ફરાર થતાં નોંધાઇ ફરિયાદ - તાંત્રિક ફરાર

તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આ ફરિયાદ વડોદરાના ગોત્રીમાં નોંધાઇ છે. દુષ્કર્મ બાદ તાંત્રિકે મહિલાને પત્ની ગણાવી દીધી હતી. ચાર વર્ષ બાદ તાંત્રિક ફરાર થતાં મહિલાએ ગોત્રી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara Crime : તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરી પત્ની ગણાવી દીધી, ચાર વર્ષ બાદ ફરાર થતાં નોંધાઇ ફરિયાદ
Vadodara Crime : તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરી પત્ની ગણાવી દીધી, ચાર વર્ષ બાદ ફરાર થતાં નોંધાઇ ફરિયાદ

By

Published : Apr 18, 2023, 5:04 PM IST

પોલીસે તાંત્રિકની અટકાયત કરી

વડોદરા : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ પૈસા કમાવવા અને ધંધામાં બરકત માટે વિધિ કરાવવા તાંત્રિકને મળી હતી. ભાવનગરના તાંત્રિકે તેની સાથે લગ્ન કરી ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાયું હોવાની મહિલાએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ આ મહિલાએ બેવાર લગ્ન કરેલા હોવાનું સામે આવ્યું છે અને આ ત્રીજો પતિ તાંત્રિક હોવાનું સામે આવ્યું છે.ગોત્રી પોલીસે કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાર વર્ષથી સંબંધો રાખ્યા બાદ ફરિયાદ : તાંત્રિક વિધિના નામે મહિલાએ ત્રીજીવાર લગ્ન કર્યા અને છેલ્લા ચાર વર્ષથી શારીરિક શોષણ થતું હોવાનું જણાવ્યું હતું. આ મહિલાને સારી નોકરી અને ધંધામાં સારા પૈસા કમાવા તાંત્રિક વિધિ કરવી પડશે તેવું કહી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2020માં કશ્યપ બાપુ વડોદરા આવ્યો હતો અને ત્યારબાદ એક દિવસ રોકાવવાની માંગણી કરી હતી. ત્યારે આ મહિલાએ પોતાના ધર્મના ભાઈને ત્યાં સગવડ કરી હતી અને પોતાના ધર્મના ભાઈને તાંત્રિક વિધિ કરવી છે તેવું કહી બહાર મોકલ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે રૂમમાં મહિલાને નડતરરૂપ છે તેમ કહી નિર્વસ્ત્ર થવું પડશે તેવું કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો Ahmedabad Crime : સંતાનપ્રાપ્તિની વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર તાંત્રિક ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની પકડમાં બે આરોપી

તાંત્રિક સાથે રહેતી હતી મહિલા : ત્યારબાદ તાંત્રિક કશ્યપે મહિલા સાથે સંબંધ બાંધતા મહિલાને કહ્યું કે આપણે સંબંધ બાંધી લીધા એટલે આપણે પતિપત્ની થઈ ગયા છીએ. આ તાંત્રિક કશ્યપે ત્યારબાદ પોતાના મિત્રના ઘરે લઇ જઇ આ પ્રકારે સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2022માં તાંત્રિક કશ્યપના ખર્ચે મહિલાનું અંડાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેઓ બંને પોતે પતિ પત્ની છે તેવી જ રીતે પોતાના મિત્રને ત્યાં રહેતા હતા. કશ્યપ અન્ય જગ્યાએથી પૈસા લાવ્યો હોવાથી લોકો વારંવાર માંગણી કરતા હોવાનું બહાનું બતાવી મહિલાને છોડીને ફરાર થઈ ગયો હતો.

પોતાના દીકરા જેટલી ઉંમર છતાં સંબંધ : મહિલાની ઉંમર અને કશ્યપની ઉમરમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. મહિલાને તાંત્રિક વિધિના નામે સંબંધ બાંધવાની વાત કરી ત્યારે મહિલાએ તેને કહ્યું કે તારી ઉમર મારા દીકરા જેટલી છે. છતાં વિધિના નામે આમાં ઉમરને કંઇ લેવાદેવા નથી તેવું કહી સંબંધ બાંધવો જ પડશે તેવું કહી સંબંધો બાંધ્યા હતાં. આ અગાઉ મહિલાએ બે વાર લગ્ન કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને પ્રથમ પતિને બે સંતાનો પણ હતા.

આ પણ વાંચો Bardoli Molestation Case: વિધર્મીએ ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને પરિણીતા સાથે કરી છેડતી

આરોપીની અટકાયત કરી: ગોત્રી પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે આ આરોપી તાંત્રિક પતિની મેડિકલ ચેકઅપ બાદ અટકાયત કરવામાં આવી છે. આ મહિલા અને આરોપી કશ્યપની ઉંમરમાં 15 વર્ષથી વધુનો તફાવત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ચાર વર્ષના સંબંધો બાદ મહિલાએ પતિ બનેલા તાંત્રિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ગોત્રી પોલીસે ઇપીકો 376 અનુસાર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details