ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime : વડોદરાના માંજલપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા ડોક્ટરને ટક્કર મારનાર કારચાલકની ધરપકડ - માંજલપુર પોલીસ

વડોદરાના માંજલપુરમાં મહિલા વાહનચાલકને જોરદાર ટક્કર મારતા કારચાલકનો વિડીયો સામે આવ્યો હતો. છેવટે આ કેસમાં માંજલપુર પોલીસે ફરિયાદ નોંધીને હિટ એડ રનની ઘટનામાં મહિલા ડોક્ટરને ટક્કર મારનાર કારચાલકની ધરપકડ કરી છે.

Vadodara Crime : વડોદરાના માંજપુરમાં હિટ એડ રનની ઘટનામાં મહિલા ડોક્ટરને ટક્કર મારનાર કારચાલકની ધરપકડ
Vadodara Crime : વડોદરાના માંજપુરમાં હિટ એડ રનની ઘટનામાં મહિલા ડોક્ટરને ટક્કર મારનાર કારચાલકની ધરપકડ

By

Published : Jul 26, 2023, 8:46 PM IST

Updated : Jul 26, 2023, 9:40 PM IST

હિટ એન્ડ રનની ઘટનામાં કાર્યવાહી

વડોદરા: વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરબાર ચોકડી પર બનેલ હિટ એન્ડ રનની ઘટના અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અક્સમાત ઘટનાને યાદ દેવડાવે તેવી હતી. વિડીયોમાં દેખાય છે તેમ આ ઘટનામાં કાર ચાલક મહિલાને એટલી ભયાનક ટક્કર મારે છે કે મહિલા ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઘટનામાં માંજલપુર પોલીસે કાર્યવાહી કરતાં કારચાલકની ધરપકડ કરી હતી.

હાલમાં હિટ એન્ડ રનની ઘટનાને પગલે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને આ ગુના સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે...ડી. બી. વાળા (PI, માંજલપુર પોલીસ મથક)

માંજલપુર પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધી : ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર બની છે અને બેફામ વાહનો ચલાવતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં માંજલપુર પોલીસે 48 કલાક વીત્યા છતાં ફરિયાદી પાસે સીસીટીવી હોવા છતાં ફરિયાદ ન નોંધતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરંતુ, ગતરોજ માંજલપુર પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરતા કારચાલકની અટકાયત કરી છે.

હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી :માંજલપુર હિટ એન્ડ રનની ઘટનામાં સમયસર ફરિયાદ ન નોંધાતા ડીસીપી યશપાલ જગાણિયા દ્વારા હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ફરજમાં બેદરકારી બદલ હેડ કોન્સ્ટેબલ કનુભાઈ રૂમાલભાઈને સસ્પેડન્ડ કરવામાં આવ્યા છે. ઘટનાના 48 કલાકથી વધુ સમય જતો રહ્યો હોવા છતાં ફરિયાદ ન નોંધી હતી. ફરિયાદી વારંવાર પોલીસ મથકમાં જઇ આજીજી કરી રહ્યો હતો. આખરે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેવાયો છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સાંઇ ચોકડી પાસે પ્રમુખ વંદના ટેનામેન્ટમાં રહેતા ફીઝિયોથેરાપિસ્ટ મહિલા 23 માર્ચના રોજ પોતાના ક્લિનિક પરથી ઘરે જવા માટે નિકળ્યા હતા. તેઓ જ્યારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા, ત્યારે બેફામ રીતે હંકારી રહેલા કારચાલકે મહિલાને ટક્કર મારી હતી. જેથી મહિલા ઉલળીને દૂર ફેંકાઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મહિલાને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

શરૂઆતમાં પોલીસે ફરિયાદમાં વિલંબ કર્યો : મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મહિલાના પતિ સત્યમ ચૌહાણ માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં અને તેમના પત્નીને થયેલા અકસ્માત અંગે ફરિયાદ નોંધવા માટે પોલીસને કહ્યું હતું. 3 થી 4 ધક્કા ખવડાવ્યા પછી પણ ફરિયાદ નહીં નોંધાતા સત્યમ ચૌહાણ નિરાશ થઇ ગયા હતાં અને તેઓએ પોલીસની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો હતો. જો કે માંજલપુર પોલીસે આખરે આ અંગે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ આરંભી હતી. આજે આ કારચલાકની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીની ધરપકડ : સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. આ મહિલાને ટક્કર મારી ફરાર થઈ જનાર કારચાલકને શોધવા માટે આસપાસના સીસીટીવી આધારે કારચાલકને શોધવામાં સફળતા મળી હતી. ફરાર થનાર કારચાલક જય મૂળચંદભાઈ પટેલ ( હાલ રહે, મકાન નંબર 59,સિલ્વર વુડ સોસાયટી,વડસર બ્રિજ વડોદરા અને મૂળ રહે અડીયા, હારીજ, પાટણ) ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Ahmedabad News : ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ એએમસી સત્તાધીશો જાગ્યાં, શહેરના 84 બ્રિજ પર સીસીટીવી લગાવશે
  2. Vadodara Crime : સંસ્કારીનગરી વડોદરામાં હવે દૂધની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ઝડપી લીધો
  3. Ahemadabad Accident: આંખના પલકારામાં નીકળી ગઈ કાર, અકસ્માત થયો કેમેરામાં કેદ
Last Updated : Jul 26, 2023, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details