વડોદરામાં 100 થી વધુ કારો ભાડે લઈ ઠગાઈ કરી ફરાર આરોપી પોલીસ પક્કડથી દૂર વડોદરા: વડોદરા શહેરમાં ભાડેથી ફોરવીલર વાહનો મેળવ્યા બાદ વાહનોના માલિકોની જાણ બહાર વાહનો અન્ય વ્યક્તિઓને બારોબાર આપી આર્થિક ફાયદો મેળવનાર સામે વડોદરામાં નોંધાયેલી ઠગાઈના ગુનામાં વધુ 13 ફોરવીલ વાહનોને વડોદરા શહેર ક્રાઈમબ્રાન્ચે શોધી કાઢ્યા છે. અત્યાર સુધીમાં વડોદરા શહેર ક્રાઈમબ્રાન્ચે 20 ફોરવીલરને કબજે કરી છે. પરંતુ મુખ્ય સૂત્રધાર મનીષ હરસોરા અને દિપક રૈયાણીનો પોલીસ પક્કડથી દૂર છે.
ભાડાના નામે છેતરપીંડી:વડોદરા શહેરના ડભોઇ રોડ સોમા તળાવ નજીક રત્નદીપ ગ્રીન ખાતે રહેતા મનીષ અશોક હરસોરા ઊંચું ભાડું નક્કી કરી કાર ભાડે લીધા બાદ ફરાર થઈ જતા અનેક લોકો હલવાયા છે. મનીષ અને તેનો સાગરીત દીપક રૈયાણીએ 100 થી વધુ કાર ભાડે લઈ સગેવગે કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. જેના આધારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો Usury case Vadodara: ગોરવા વિસ્તારમાં વેપારી વ્યાજના ચક્કરમાં ફસાયો, કંટાળીને પોલીસને કરી જાણ
અલગ અલગ રાજ્યમાંથી 13 કાર કબ્જે:વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત આ બંને આરોપીઓને શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ આ બંને આરોપી હાલમાં પોલીસ પકડથી દૂર છે. આમ છતાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ટેકનિકલ સોર્સ તેમજ અન્ય માહિતીના આધારે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના અલગ અલગ શહેર અને મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાંથી 13 કાર કબજે કરી છે. ઉલ્લેખનીએ છે કે અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચે સાત કબજે કરી હતી. મનીષ હરસોરા અને સુરતના કામરેજ ખાતે રહેતા દીપક રૈયાણીને શોધવા પોલીસની ટીમો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો Vadodara land scam: જમીન કૌભાંડમાં હવે છૂટશે અધિકારીઓનો પસીનો, ક્રાઈમબ્રાન્ચ મેદાને
કરોડોની 100થી વધુ કારો:વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે કુલ 13 કારો કબજે કરી છે. જેની કુલ કિંમત 41 લાખ 95 હજાર આંકવામાં આવી છે. જેમાં સ્વીફ્ટ કાર 3, હુંડાઈ આઈ 20 - 3, આર્ટિગા 2, ઇક્કો 4,બલેનો 01 સાથે જ અત્યાર સુધીમાં કુલ 20 ફોરવીલર વાહનોને કબજે લીધા છે. જેની કુલ કિંમત 87 લાખ 95 હજાર થાય છે.હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બંને આરોપીઓને શોધખોળ શરૂ છે .તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરે છે.