વડોદરાઃ શહેરના નાગરવાડા વિસ્તારના 54 વર્ષીય રહીશનો કોરોના ચકાસણી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ કોરોના શંકાસ્પદ તરીકે શનિવારે બપોરે સયાજી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં અને એમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. રવિવારે વહેલી સવારે એમનો રિપોર્ટ પોઝિટિવ આવતા એમના પરિવાર માટે તકેદારીના જરૂરી પગલાં મહાનગરપાલિકા આરોગ્ય તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે.
વડોદરામાં વધુ એક 54 વર્ષીય વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું - વડોદરા શહેરના નાગરવાડા
વડોદરા શહેરના નાગરવાડા ખાતે રહેતા 54 વર્ષીય ફિરોઝ ખાન પઠાણનો કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. શનિવારે આધેડને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. ત્યારે રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા દર્દીના પરિવારજન, પાડોશી અને મિત્રને આરોગ્ય તંત્ર દ્વારા ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા અને દર્દીના નિવાસ્થાને અને આસપાસના વિસ્તારોમાં દવાનો છટકાવ અને સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વધુ એક કેસ પોઝિટિવ નોંધાતા વડોદરા શહેર જિલ્લામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4 રિકવર થયા છે. જ્યારે એકનું મોત થયું છે. મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે નાગરવાડા વિસ્તારના 54 વર્ષીય વૃદ્ધ ફિરોઝ ખાન પઠાણ હરિયાણા જમાતમાં ગયા હતા. અગાઉ દિલ્હી જમાતના ડભોઈના યુવાને મછીપીઠ વિસ્તારના ચાર યુવાનો સાથે હોવાનું જણાવ્યું હતું.
હાલ નાગરવાડા વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. વૃદ્ધના પત્ની અને બે બાળકોને આજવા રોડ ખાતે ક્વોરેન્ટાઇન કરાયા છે. આ નવા કેસ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 10 થઈ છે. આ નવા કેસના દર્દી હૃદયની બીમારી અને હાઇપર ટેન્શનથી પણ પીડિત છે.