ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં શિક્ષક દિનના દિવસે વિધાનસભા અધ્યક્ષના હસ્તે વેબ સાઇટનું લોન્ચિંગ કરાશે - ઇન્ફોર્મેશન ટેક્નોલોજી

વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા સંચાલન અને મોનિટરિંગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિનિયોગ કરવાનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે શિક્ષક દિન તા. 5મી સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવેલા શિક્ષક સન્માન સમારોહમાં રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમિતિની વેબ સાઈટનું લોન્ચિંગ કરશે.

વડોદરામાં શિક્ષક દિનના દિવસે વિધાનસભા અધ્યક્ષના હસ્તે વેબ સાઇટનું લોન્ચિંગ કરાશે

By

Published : Sep 4, 2019, 4:28 PM IST

આ પ્રસંગે નિવૃત્ત ગુરુજનોને સન્માનની સાથે શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ બાલવાડીને પુરષ્કાર પ્રદાન કરવામાં આવશે.

જેમાં સમિતિ ગૌરવ ગીતનું વિમોચન કરશે, જેનું લેખન, સ્વર સંગીત નિયોજન, એ બધુ જ સમિતિના શિક્ષકોએ કર્યું છે. તેની સાથે પાઇલોટ પ્રોજેક્ટના રૂપમાં સમિતિની 30 શાળાઓના સીસીટીવી આધારિત મોનિટરિંગની વ્યવસ્થા આ દિવસે શરૂ કરાશે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા સંચાલનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો વિનિયોગ કરશે

આ ઉપરાંત સમિતિની શાળાઓ સાથે ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા શરૂ કરાશે. જેમાં તમામ શાળાઓને આ સુવિધાથી આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ હાલમાં 4 અંગ્રેજી માધ્યમની શાળાઓનું સંચાલન કરે છે.

આ પ્રયોગને લોકોનો પ્રોત્સાહક સહયોગ મળ્યો છે. હવે આગામી દિવસોમાં શહેરના વિધાનસભા વિસ્તાર દીઠ એક અંગ્રેજી માધ્યમની શરૂ કરવાનું આયોજન કર્યું છે. ભવિષ્યમાં વિષય નિષ્ણાંતો શિક્ષકોને ઓનલાઈન તાલીમ આપે એવું વિસ્તરણ પણ કરાશે. આનંદકુમારના સુપર 30ની માફક સમિતિની શાળાઓમાંથી 30 આશાસ્પદ વિદ્યાર્થીઓ પસંદ કરી તેમને વિવિધ પ્રકારે ઉત્તમ ઘડતર કરીને ખૂબ ઊંચે સુધી પહોંચવા પ્રોત્સાહિત કરાશે.


ABOUT THE AUTHOR

...view details