વડોદરા: વડોદરા શહેરના કોરોનાગ્રસ્ત નાગરવાડા પાસે આવેલા કાસમઆલા કબ્રસ્તાન પાસે વહેલી સવારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. રમઝાન માસમાં શેરી પૂરી થયા બાદ લોકોને ઘરમાં જવાનું પોલીસે જણાવતા મામલો બિચક્યો હતો. જેમાં પોલીસે એક યુવાન પર લાઠીચાર્જ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. એક પોલીસ જવાનને ટોળાએ માર માર્યો હતો.
શહેરમાં કોરોના વાઈરસના હાહાકાર વચ્ચે રમઝાન માસ ઉજવવામાં આવી રહ્યો છે. સોમવારે વહેલી સવારે 4:55 વાગે કોરોના ગ્રસ્ત નાગરવાડા કાસમઆલા કબ્રસ્તાન પાસે શેરીનો સમય પૂરો થયા બાદ લોકોના ટોળા હતા.જેથી બંદોબસ્તમાં ઉભેલી પોલીસે ટોળાને ઘરમાં જવા માટે જણાવ્યું હતું.પરંતુ, ટોળે વળેલા લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.