શહેરના બાપોદ વિસ્તારમાં દશાલાડ વાડી નજીક રહેતી પ્રૌઢ મહિલા નાદુંરસ્ત તબિયત કારણે રસ્તા પર જ ઢળી પડી હતી. ત્યારે કડક હજાર નાકા પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અધિકારીએ મહિલાની લથડેલી તબિયત જોતા તાત્કાલિક 108 સેવા ફોન કર્યો હતો.
વડોદરા ટ્રાફિક પોલીસે પ્રૌઢ મહિલાની મદદ કરી
વડોદરાઃ શહેરની ટ્રાફિક પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે. શહેરના કડક બજાર નાકા પાસે ટ્રાફિક પોલીક ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન રસ્તા પર પ્રૌઢ મહિલા ચક્કર ખાઈને પડી ગઈ હતી. તે જોઈ ટ્રાફિક પોલીસે તાત્કાલિક 108 સેવાને બોલાવી મહિલાને સારવાર અપાવી હતી.
ETV BHARAT
108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનીટોમાં જ સ્થળ પર આવી ગઈ અને મહિલાને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેને એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આમ, ટ્રાફિક પોલીસે ફરજ સાથે માવનીય વલણ દાખવીને પ્રૌઢ મહિલાનો જીવ બચાવ્યો હતો.