વડોદરા સમગ્ર રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા જાગૃતિ ફેલાવવાના પ્રયાસોના ભાગરૂપે રેલી સહિત શિબિરો યોજાઇ રહી છે. શહેર ટ્રાફિક શાખાના જ હેડ કોન્સ્ટેબલ અને એલઆરડી જવાન નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને ટોઇંગ કર્યા બાદ કાયદેસર દંડ વસુલ કરવાના બદલે તોડપાણી કરી નાણાં પડાવતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. લાંચ રૂશ્વત વિરોધી શાખાએ બંને જવાનોને વાહનચાલક પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો સુરતમાં આકારણી વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયો, શું છે મામલો જૂઓ
એસીબીની સફળ ટ્રેપ : લાંચ રૂશ્વત વિરોધી શાખાએ હેડ કોન્સ્ટેબલ અને એલઆરડી જવાનને વાહન ચાલક પાસેથી રૂપિયા 400 વસુલતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેને પગલે ટ્રાફિક શાખામાં ખળભળાટ મચી ગયો છે. લાંચ રૂશ્વત વિરોધી શાખાના સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર લાંચ રૂશ્વત વિરોધી શાખાને માહિતી મળી હતી કે, શહેરમાં નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લઇ ગયા બાદ વાહનચાલક પાસેથી કાયદેસરનો દંડ વસુલ કર્યા સિવાય 100 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીની લાંચની રકમ માગવામાં આવે છે. જેને પગલે મદદનીશ નિયામક પરેશ ભેંસાણીયાની સુચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. સ્વામી દ્વારા ડીકોઇન આયોજન કરવામાં આવ્યું હતું.